મેંદરડા પંથકની બે તરુણીઓ નું અપહરણ થયાનું પરિવારે ફરિયાદ કરતા ગણતરીની કલાકોમાં શોધી કાઢતી મેંદરડા પોલીસ…. ઉત્કૃષ્ટ કામગીરી
મેંદરડા પંથકની બે તરુણીઓ નું અપહરણ થયાનો ગુનો દાખલ થયેલ જેમાં પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં સોધી પરિવારને સોંપવામાં આવેલ. મેંદરડા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો દાખલ કરી ધંધે લાગી પણ બંને તરણીઓ જુનાગઢ બસ સ્ટેન્ડ પરથી હેમખેમ મળી આવતા હાશકારો
મેંદરડા પંથકની બે તરુણી પરીક્ષા આપવા ગયા બાદ ઘરે પરત ન આવતા પરિવારે ફરિયાદ કરી હતી પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ કરતા બંને તરુણી જુનાગઢ બસ સ્ટેન્ડ પરથી મળી આવી હતી. પૂછપરછ કરતાં બંનેએ પરીક્ષા પૂર્ણ થયાની ખુશાલીમાં નાસ્તો અને ગોલા ખાવા માં મોડું થઈ જતા પરિવાર ઠપકો આપશે તેવું ડર લાગતા જુનાગઢ આવી બસ સ્ટેશનમાં રોકાઈ ગયા નું અને કોઈ પણ અપહરણ ન કર્યું હોવાનું જણાવ્યું હતું
આ અંગે મેંદરડાના મહિલા પી.એસ.આઇ એસ.એન.સોનાર દ્વારા વધુ વિગત મુજબ ગત તા૧૮ ના મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની બે તરુણીઓ પરીક્ષા આપવા આવ્યા બાદ ઘરે પરત ન પહોંચતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. આ અંગે તરુણીના પરિવારે પોલીસ સ્ટેશનને જઈ જાણ કરતા મેંદરડા પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરેલ હતો
મેંદરડા પીએસઆઇ સોનારા દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે મેંદરડા પોલીસે જુનાગઢ બસ સ્ટેન્ડમાં તપાસ કરતા આ બંને તરુણી જુનાગઢ બસ સ્ટેન્ડ પર મળી આવી હતી પી.એસ.આઇ, એસ.એન સોનારા સહિતના સ્ટાફે બંને તરુણીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પરીક્ષાનું છેલ્લું પેપર હોવાથી પરીક્ષા પૂર્ણ થયા બાદ ખુશાલી માટે નાસ્તો કરવા તેમજ ગોલા ખાવા રોકાય જતા મોડું થયું હતું. મોડું થવાના કારણે પરિવારજનો ઠપકો આપશે તેવો ડર લાગતા જુનાગઢ બસ સ્ટેન્ડમાં આવી રોકાઈ ગઈ હતી
તરુણીઓ એ જણાવ્યું હતું કે અમારુ કોઈએ પણ અપહરણ કર્યું નથી કે દુષ્કૃત્ય થયેલ નથી તમામ પૂછપરછ બાદ બંને તરુણીઓનો કબજો લઈ તેના પરિવારને સોંપવામાં આવેલ હતી. આમ તરવણીઓ પરિવારના ડરથી જુનાગઢ પહોંચી જઈ પોલીસને ધંધે લગાડી હતી પરંતુ બંને સહી સલામત મળતા પોલીસ તેમજ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.