પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) થકી મારો પરિવાર એક થયો લાભાર્થી - At This Time

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) થકી મારો પરિવાર એક થયો લાભાર્થી


(અજય ચૌહાણ દ્વારા)
બોટાદ નગરપાલિકાના લાતી બજાર પાસે રહેતા અને શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતા ચમનભાઈ ઓળકીયાએ સ્વપ્નેય ન હતું વિચાર્યુ કે તેમને પોતાનું ઘરનું ઘર પ્રાપ્ત થશે. અન્ય પરિવારોની જેમ ઓળકીયા પરિવારનું પાકા અને સુવિધાવાળા મકાનમાં રહેવાનું સપનું સાકાર થયું છે. પહેલા તેઓ પોતાના પિતાના કાચા નળિયાવાળા મકાનમાં સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ચમનભાઈ જણાવે છે કે, “મારા પરિવારમાં સાત સભ્યો છે.તમામનો સમાવેશ કાચા મકાનમાં થઈ શકે તેમ ન હતો. તેથી અમે પરિવારજનો અલગ-અલગ રહેવા લાગ્યા હતા. પરંતુ એકબીજાની કમી હંમેશા સતાવતી હતી. નગરપાલિકામાંથી અમને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) વિશે માહિતી મળી અને યોજનાનો લાભ લેવા માટે મેં ફોર્મ ભર્યું અને અમારૂં મકાન મંજૂર થયું. અમે અમારી માલિકીની જમીન પર મકાન બનાવવા માટે સરકાર દ્વારા રૂ. ૩.૫૦(લાખ)ની સહાય મેળવીને પોતાના સપનાનું પાકું ઘર બનાવવાનું પૂરું થયું કે જેની કલ્પના કરવીએ પણ અમારા માટે શક્ય ન હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના BLC ઘટકની મદદથી તેમના પોતાના ઘરમાં પાયાની સુવિધાઓથી સજ્જ -પોતાની માલિકીના પાકા મકાનના માલિક બન્યા છીએ. હાલ અમારો પરિવાર ખૂબ જ ખુશ છે.” તેમ જણાવી તેમણે સરકારશ્રીનો આભાર માન્યો હતો. જ્યાં માનવી, ત્યાં સુવિધાની નેમ સાથે ગુજરાત સરકાર ગરીબો અને વંચિતોનો વિકાસ કરી તેમને સન્માનજનક જીવન જીવવા માટે આવાસથી માંડી નિ:શુલ્ક વીજ જોડાણો પણ આપી રહી છે. વંચિતોના વિકાસને વરેલી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી નાગરિકોના જીવન ઉન્નત થયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.