મિશન સેફ ઉતરાયણ ફાઉન્ડેશન દ્વારા નવરંગપુરા ખાતે ફાયર અધિકારી અને ફાયર ટીમ નું સન્માન કરવામાં આવ્યું.
મળતી માહિતી મુજબ અમદાવાદ માં ૨૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ નારણપૂરા વિસ્તારમાં પંચધની એપાર્ટમેન્ટ માં ફ્લેટની અંદર આગ ની ઘટનામાં ફ્લેટની અંદર ખૂબ મોટું નુકસાન થયું હોય પણ મકાન માલિકે આગ ની ઘટના સમયે ફાયર વિભાગ ના અધિકારી ને જણાવ્યું હતું ફલેટના એક રૂમની અંદર પોતાની આજીવન કમાણીનું અંદાજે ૭૦ તોલા થી વધારે સોનું રહી ગયું છે,
આ ઘટનામાં મકાન માલિક ની પોતાની આજીવન કમાણીનું અંદાજે ૭૦ તોલા થી વધારે સોનું જેની હાલ ની અંદાજીત બજાર કિંમત ૪ થી ૫ કરોડ જેટલી થાય છે જે ફાયર વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ એ પોતાના જીવના જોખમે અને અનુભવ અને સુજબુઝ થી સોનું બચાવીને મકાન માલિકને સુપ્રત કરેલ,
આ ઉપરોકત ઘટનામાં સંદર્ભમાં મિશન સેફ ઉતરાયણ ફાઉન્ડેશન દ્વારા નવરંગપુરા ખાતે ફાયર અધિકારી અને ફાયર ટીમ નું સન્માન કરવામાં આવ્યું હતું,
સમ્માનિત કરાયેલ ફાયર વિભાગ ના અધિકારીઓ ની સૂચિ
ચીફ ફાયર ઓફિસર :- જયેશભાઈ ખડીયા
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર :- મિથુનકુમાર મિસ્ત્રી
સ્ટેશન ફાયર ઓફિસર :- પંકજકુમાર રાવલ
સબ ફાયર ઓફિસર :- ભૂમિતભાઈ મિસ્ત્રી
જમાદાર :- રામસિંહભાઈ ગોવાભાઇ રબારી
આ ઉપરોકત ફાયર વિભાગ અધિકારી અને કર્મચારીઓ ના સમ્માન સમારોહ કાર્યક્રમમાં પશ્ચિમ વિસ્તારના ટ્રાફિક વિભાગના મા.ડી.સી.પી નીતાબેન દેસાઈ,મિશન સેફ ઉતરાયણ ફાઉન્ડેશનના ટ્રસ્ટી મનોજભાઈ ભાવસાર પણ હાજર રહી આગ ની ઘટનામાં ફાયર વિભાગ ના અધિકારીઓ અને કાચરીઓ દ્વારા જીવ ના જોખમે કરેલ કામગીરીને બિરદાવી સમ્માનિત કર્યા હતા,
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.