જસદણના કડુકા ગામમાં કુવાડીના ઘા મારતાં ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ
જસદણ તાલુકાના કડુકા ગામે રહેતા અશોકભાઈ વાલજીભાઈ બેરાણી નામના વ્યક્તિને ભરતભાઈ પ્રેમજીભાઈ બેરાણીએ જેમ ફાવે તેમ ગાળો આપી લાકડાની કુવાડી ના ઘા મારી મુંઢ માર માર્યો. માહિતી અનુસાર જસદણ તાલુકાના કડુકા ગામે રહેતા અને ખેતીકામ કરતા અશોકભાઈ વાલજીભાઈ બેરાણીએ આરોપી ભરતભાઈ પ્રેમજીભાઈ બેરાણી સામે ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી અશોકભાઈ આશરે સાડા નવ વાગ્યાની આસપાસ વાડીએથી ઘરે આવેલા અને ત્યારબાદ ત્યાંથી બહાર જવાનું હોવાથી ગામમાં માવા લેવા જતા હતા. ત્યારે કડુકા ગામે ચોક પાસે ભરતભાઈ પ્રેમજીભાઈ બેરાણી ટ્રેક્ટર લઈને આવતા અને ગોળાઈમાં તેણે ટ્રેક્ટર ફરિયાદી ઉપર આવવા દીધું. ત્યારે ફરિયાદીએ જોઈને ચલાવોને તેમ કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને તેનું ઘર નજીક હોવાથી ત્યાંથી લાકડાના હાથાવાળી કુવાડી લઈને આવેલો અને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ. ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડેલ જેથી આ આરોપી વધારે ઉશ્કેરાઈ જઈ હાથમાં રહેલી લાકડાના હાથાવાળી કુવાડીના ફરિયાદીના જમણા પગમાં બે ઘા માર્યા અને એક ઘા ડાબા પગમાં મારેલો. જેથી ફરિયાદીને મૂંઢ ઇજા થતા જોર જોરથી રાડો પાડવા લાગેલ. જ્યાં ઘણા લોકો ભેગા થવા લાગ્યા જેથી આરોપી ત્યાંથી જતો રહેલો. બાદ ફરિયાદીએ તેમના પિતા વાલજીભાઈ ને ફોન કરી બનાવની જાણ કરી. ફરિયાદીને વધારે ઇજા થતાં તેમના પિતા સાથે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવ્યા. હોસ્પિટલમાંથી રજા થયા બાદ તુરંત જ ભાડલા પોલીસ સ્ટેશન ખાતે આરોપી ભરતભાઈ સામે ફરિયાદ નોંધાવા પહોંચી ગયા. આ બનાવ બનવાનું કારણ આશરે સાત આઠ વર્ષ પહેલા ફરિયાદી ના પિતા વાલજીભાઈ ને પવનચક્કી ના થાંભલા ખોડવા બાબતે આરોપી ભરતભાઈ બેરાણી સાથે માથાકૂટ થઈ હતી. જેનો ખાર રાખી આરોપીએ ફરિયાદીને ગાળો આપી મુંઢ માર માર્યો હતો. જેની ભાડલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.