મેંદરડા વન વિભાગ અને ટ્રેકર ટીમ દ્વારા માનવ પક્ષી દીપડાને પાંજરે પુરી એનિમલ કેર હોસ્પિટલ સાસણ ગીર ખાતે ખસેડવામાં આવ્યો લોકોમાં રાહત નો શ્વાસ
મેંદરડા વન વિભાગ ની ટીમ દ્વારા માનવ પક્ષી દીપડા ને આખરે પાંજરે પુરાયો લોકોમાં હાશકારો
મેંદરડા ના અમરગઢ રોડ પર એક વાડીમાં મૂળ મધ્યપ્રદેશના પ્રકાશભાઈ જામરીયા પરિવાર સાથે મજુરી કા અર્થ અહીં રહેતા હતા ત્યારે ગત તા.૨૬/૪ ના રોજ રાત્રીના લગભગ સાડા આઠ નવ ના સમયે સાડા ત્રણ વર્ષનો બાળક રોહિત પ્રકાશભાઈ જામરીયા ને માનવભક્ષી દીપડો શિકારની શોધમાં અચાનક હુમલો કરી ઉપાડી ગયેલ હતો ત્યારે પરિવાર ને ખબર પણન હતી બાદ પરિવાર દ્વારા રોહીત ની શોધખોળ કરવામાં આવતા મળેલ નહીં ત્યારબાદ આસપાસના લોકોને જાણ થતા શોધખોળ કરવામાં આવેલ હતી ત્યારે એક ખેતરમાંથી ધટના સ્થળે થી ૨૦૦ મીટર દૂર રોહિતનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળ્યો હતો ત્યારે ખબર પડી દીપડા દ્વારા બાળક ને ફાડી ખાધેલ હતો
બાદ ગઈકાલે રવિવારના દિવસે વન વિભાગ અને તંત્ર દ્વારા સહાય ના ભાગરૂપે પરિવારને પાંચ લાખ રૂપિયા નો ચેક આપવામાં આવેલ હતો
ત્યાંસુધી દીપડો પકડાયો ન હતો પરંતુ,સોમવાર ના વહેલી સવારે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ દીપડો ટ્રેક થયેલ હતો અને પાંજરામાં પુરાઈ ગયેલ હોવાની બાતમી આર.એફ. ઓ જે.એમ.વાળાને થતા તાત્કાલિક ધોરણે લોકેશન ટ્રેકર ટીમ લોકેશન સ્થળ પર ટીમ પહોંચી રેસક્યુ ટીમ દ્વારા દીપડાને રેસ્ક્યુ કરી પ્રથમ ફોરેસ્ટ ઓફિસ મેંદરડા ત્યારબાદ એનિમલ કેર હોસ્પિટલ સાસણ ગીર ખાતે દીપડાને મોકલી આપવામાં આવ્યો છે માનવ ભક્ષી દીપડો હાલ પકડાઈ જતા ખેડૂતો મજૂરો સહિતના લોકોમાં જે ભય પ્રસરી જવા પામ્યો હતો જેઓને રાહતનો શ્વાસ લીધો હતો
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.