શ્રી આદર્શ મા.અને ઉ.મા વિદ્યાલય હડદડ ખાતે તાલુકાકક્ષાનો યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન
શ્રી આદર્શ મા.અને ઉ.મા વિદ્યાલય હડદડ ખાતે તાલુકાકક્ષાનો યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન
૧૫ વર્ષ થી ૨૯ વર્ષ સુધીના યુવક/યુવતીઓ માટે
ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,બોટાદ દ્વારા બોટાદના કલાકાર યુવક યુવતીઓમાં રહેલી શક્તિને બહાર લાવવા અને તેના સ્વપ્નને સાકાર કરવાના ઉદેશ્ય સાથે તાલુકાકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધાનું સાહિત્ય વિભાગ કલા વિભાગ તેમજ સાંસ્કૃતિક વિભાગ એમ ત્રણ વિભાગમાં કુલ-૧૩ કૃતિઓની બોટાદ તાલુકાકક્ષા સ્પર્ધાનું આયોજન જે જાદવ મનુભાઇ શ્રી આદર્શ મા. અને ઉમા, વિદ્યાલય હડદડ દ્વારા હાથ ધરવામાં આવનાર છે આ વર્ષે યુવા ઉત્સવ સ્પર્ધામાં કુલ ૧૩ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ત્રણ વયજૂથ "અ"વિભાગ, "એ" વિભાગ અને ખુલ્લા વિભાગ સ્પર્ધાથી યોજાશે જેમાં તાલુકા કક્ષાએ થી શરૂ થતી કુલ ૧૩ કૃતિ જેમાં વકતૃત્વ, નિબંધ,શીઘ્ર વકતૃત્વ,સર્જનાત્મક કારીગરી,ચિત્રકલા,લગ્નગીત,હળવું સંગીત,ભજન,સમૂહગીત,એક પાત્રીય અભિનય,લોકગીત,તબલા,અર્મોનિયમ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા કલાકારો એ તા.૨૨/૦૭/૨૦૨૩ સુધીમાં (શાળાનું નામ)પહોંચતી કરવાની રહેશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો ગુજરાત તથા વિવધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને આથી જણાવવામાં આવે છે કે તાલુકાકક્ષાએથી તાલુકા કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે. જેથી જે તે બોટાદ કલાકારોને પોતાનું અરજીફોર્મ આદર્શ મા. અને ઉ.મા. વિદ્યાલય હડદડ પહોંચાડવાનું રહેશે
રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.