હિંમતનગર કલેકટર કચેરી ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી*
*હિંમતનગર કલેકટર કચેરી ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી*
*28 મે ને વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ તરીકે કેમ ઉજવવામાં આવે છે?*
28 દિવસની સાયકલ, પાંચ દિવસ ચાલે છે માટે 28 મે ઉજવવામાં આવે છે.
મહિલાઓની સાથે પુરુષો પણ માસિક સ્વચ્છતા બાબતે જાગૃત થાય અને ઘર પરિવાર તેમજ આસપાસની મહિલાઓને આ સમય દરમિયાન મદદરૂપ બની શકે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત હિંમતનગર કલેકટર કચેરી ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી
આ કાર્યક્રમમાં ગાયનેકોલોજીસ્ટ ડો. બલુત વડાલીવાલા માસિકમાં સ્વચ્છતા બાબતે ધ્યાન ન રાખતા મહિલાઓમાં થતા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખના કેન્સર) અંગે માહિતી આપી હતી. આ ખતરાથી મહિલાઓનો બચાવ કઈ રીતે થઈ શકે તેમજ મહિલાઓને સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. સેનેટરી પેડ નો ઉપયોગ તેમજ કપડાનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે જાણકારી આપી હતી.
ડો. નીતાબેને ઉપસ્થિત મહિલાઓને માસિક અંગે સમજ આપતા જણાવ્યું હતું કે આપણા પૂર્વજોએ માસિક અંગે જે તથ્યો રજૂ કર્યા હતા તેને આપણે ખોટી રીતે લઈ કેટલીક ગેરમાન્યતાઓ ઊભી કરી છે જેમાં મંદિર નહીં જવું, રસોઈ ન કરવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. પહેલા સંયુક્ત પરિવારમાં રહેતા હોય મહિલાઓને આ દિવસો દરમિયાન આરામ મળી રહે તેમજ તેઓ અલગ આઈસોલેટેડ રહે જેથી તેમને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગે નહી.
ડબલ્યુ.એચ.ઓ. દ્વારા 2030 સુધીમાં આ માસિક વિશેની વિચાર ધારા, મહિલાઓમાં આ પરત્વે સંકોચ વગેરેને નોર્મલ કરવા માટે તેમજ તે અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
સમગ્ર સાબરકાંઠા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, કોલેજો, ન્યાયાલય, યુ.જી.વી.સી.એલ., એસ.પી કચેરી ખાતે ડોક્ટર ઉપસ્થિત રહીને માસિક સ્વચ્છતા અંગે વિગતવાર માહિતી આપી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા તેમજ પુરૂષ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.