બાલાસિનોર જેઠોલી ગામના પૂર્વ સરપંચ કામોમાં ગેરરીતિ કરી તે બાબતે રજૂઆત કરવામાં આવી
બાલાસિનોર તાલુકાના જેઠોલી પંચાયતના પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવેલી ગેરરિતી બાબતે સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને તપાસ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં ના આવતા જિલ્લા વિકાસ અધિકારીને ફરીથી ન્યાયિક તપાસ કરીને કસૂરવાર સામે કાર્યવાહી કરાય તેવી માગણી કરી છે.
હાલના સરપંચ દ્વારા ડીડીઓને લેખિત અરજી કરી તપાસની માગણી કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દ્વારા વિકાસના કામોમાં ગેરરીતિ કરવા બાબતે ગામના વર્તમાન સરપંચ દિપકભાઈ પંચાલ દ્વારા મહીસાગરના ડીડીઓને લેખિતમાં અરજી કરવામાં આવી હતી. જેમાં પૂર્વ સરપંચ જાલુભાઈ વાઘાભાઈ ચૌહાણ દ્વારા વર્ષ 2018થી કોઈપણ પ્રકારના ઠરાવો ઠરાવ બુકમાં લખેલા ના હતા તેમજ પાછલા પાંચ વર્ષમાં થયેલા તમામ વિકાસના કામોની તપાસ કરવા જેવા કે’” હર ઘર શૌચાલય, આવાસ યોજનામાં, મનરેગા યોજનામાં તેમજ સિંચાઈના કામોમાં ગેરરીતિ થઇ બાબતે તપાસ કરવા રજૂઆત કરેલ હતી પરંતુ અરજી આપે એક વર્ષ ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં પણ તપાસ ન કરવામાં આવતા ફરીથી જેઠોલી ગામના સરપંચ દ્વારા ફરીથી તારીખ 27 |9| 2023 ના રોજ લેખિત અરજી કરી તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે તપાસ થાય કે કેમ તે જોવાનું રહ્યું!
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.