તારીખ-૨૮/૦૩/૨૦૨૪ બરવાળા પોલીસ સ્ટેશન (શી-ટીમ) ની સરાહનીય કામગીરી ભાવનગર રેન્જ આઈ. જી. પી. ગૌતમ પરમાર સાહેબ તેમજ બોટાદ જિલ્લા એસ.પી કે.એફ.બળોલિયા દ્વારા - At This Time

તારીખ-૨૮/૦૩/૨૦૨૪ બરવાળા પોલીસ સ્ટેશન (શી-ટીમ) ની સરાહનીય કામગીરી ભાવનગર રેન્જ આઈ. જી. પી. ગૌતમ પરમાર સાહેબ તેમજ બોટાદ જિલ્લા એસ.પી કે.એફ.બળોલિયા દ્વારા


બોટાદ જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓને કાયદો અને વ્યવસ્થા જળવાય તે સારું સતત કાર્યરત રહેવા માટે જણાવેલ હોય ત્યારે તારીખ ૨૮/૦૩/૨૦૨૪ ના રોજ બરવાળા પોલીસ સ્ટેશન ના wpc બિંદિયાબેન ચમનલાલ માંડલિયા બકલ નંબર ૨૦૦ તેમજ પો. કોન્સ. પ્રકાશભાઈ મોતીભાઈ રબારી નાઓ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ક. ૧૮/૩૦ ના સંધ્યા સમયે સાળંગપુર ગામેથી એક ૧૪ વર્ષીય કિશોરી એકલી અને ગભરાયેલી હોય સતત રડતી જણાઈ આવતા તેની પૂછપરછ કરતા તે કાંઈ જવાબ આપતી ન હતી. જેથી કિશોરીને પોલીસ સ્ટેશનને લાવવામાં આવેલ હતી.મહિલા પો. કોન્સ. બિંદિયાબેન ચમનલાલ માંડલિયા બ. ના. ૨૦૦ દ્વારા કિશોરીનુ કાઉન્સિલિંગ કરવામાં આવેલ હતું. ત્યારે તેણે પોતાનું નામ ભાવના નનોમાં જણાવેલ હતું. તે રાજસ્થાન ના ડુંગરપુર થી પોતાના દાદી ના ઘરે થી કોઈને કહ્યા વગર જ અમદાવાદ સારંગપુર પોતાના માતા પિતા પાસે આવવા વાહનમાં બેસીને નીકળી ગયેલ હતી. અને બાદ માં અમદાવાદ સારંગપુર ના બદલે ભૂલથી બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે પહોંચી હોવાનું જણાવેલ હતું. કિશોરી ને વાંચતા લખતા આવડતું ન હતું. તેમ જ પોતાના માતા પિતા નો મોબાઇલ નંબર પણ તેને ખ્યાલ ન હતો.સદરહુ કિશોરીની પ્રાથમિક માહિતી મેળવી તપાસ તજવીજ કરી કિશોરીના વાલી નો સંપર્ક નંબર મેળવી તમામ હકીકતની જાણ વાલીને કરી તાત્કાલિક પોલીસ સ્ટેશનને પહોંચવા જણાવેલ હતું પાંચ થી છ કલાકની જહેમત બાદ તારીખ ૨૯/૦૩/૨૪ ના કલાક. ૦૦/૧૫ વાગ્યે કિશોરી ભાવના નનોમા ને તેના વાલીને સહી સલામત સોંપવામાં આવેલ હતી. આમ બરવાળા પોલીસ સ્ટેશનના શી- ટીમ ની સતર્કતાથી એક કિશોરી સાથે કોઈ અઘટિત ઘટના બનતા પહેલા જ અટકાવી એક પ્રશંશનીય કામગીરી કરવામાં આવેલી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.