રાજકોટમાં ખાનગી, ટ્રસ્ટ તેમજ કોર્પોરેટ હોસ્પિટલના તબીબોની કલેક્ટરને રજૂઆત, વીમા કંપનીઓ દ્વારા હેરાનગતિનો આરોપ
રાજકોટમાં આયુષ્માન યોજના હેઠળ ગરીબ, મધ્યમ વર્ગના દર્દીઓને ફ્રીમાં ઓપરેશન સહિતની સુવિધા આપવામાં આવે છે. ત્યારે આ યોજના હેઠળ આવતી ખાનગી, ટ્રસ્ટ તેમજ કોર્પોરેટ હોસ્પિટલના તબીબોએ આયુષ્માન ભારત યોજનામાં સમયસર પેમેન્ટ મળતું ન હોવાની તેમજ વીમા કંપનીઓ દ્વારા હેરાનગતિ થતી હોવાના આરોપ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. જોકે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ તબીબોની રજૂઆત સાંભળીને ટૂંક સમયમાં સમસ્યાના ઉકેલની ખાતરી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.