રસ્તા પર આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા: હિંમતનગરમાં જૂની સિવિલ સામે રોડ પર વાહનો પાર્કિંગ કરતા રાહદારીઓને હાલાકી
હિંમતનગરમાં જૂની સિવિલ સર્કલથી દુર્ગા બજાર થઈને છાપરીયા ઉતરતો રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઈને પતરાની આડશ બનાવવામાં આવી છે. જ્યારે તેની બાજુમાં અવર જવર માટે રસ્તો રાખવામાં આવ્યો છે તે રસ્તા પર બેંકમાં આવનારા ઉપરાંત બેન્કના કર્મચારીઓ પોતાના વાહનો રોડ પર મૂકી દેતા રાહદારીઓ અને વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર દુર્ગા બજાર રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે જૂની સિવિલ હોસ્પિટલથી પાચબત્તી સુધી પતરાની આડશ કરવામાં આવી છે. એક તરફ કામ ચાલી રહ્યું છે. બીજી તરફ અવર જવર કરવા માટે રસ્તા પૈકીની થોડી જગ્યા છોડવામાં આવી છે. જ્યાં જૂની સિવિલ થી પાચબત્તી સુધી વાહનો અવર જવર કરી શકે, પરંતુ હાલમાં પરિસ્થિતિ કઈક અલગ જોવા મળે છે. છોડવામાં આવેલી જગ્યા પર એટલે કે રોડ પર અલગ અલગ કોમ્પ્લેક્ષમાં આવેલી અલગ અલગ બેંકોના કર્મચારીઓ અને બેંકમાં આવનારા ગ્રાહકો પોતાનું વાહન રોડ પર પાર્કિંગ કરી દે છે. જેને લઈને અવર જવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. બીજી તરફ બેંકના સિક્યોરીટી મેન અને કોમ્પ્લેક્ષના સિક્યોરીટી મેનની પાર્કિંગ કરાવવા પ્રત્યેની બેદરકારી જોવા મળી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.