બાલાસિનોર થી જનોડ ને જોડતો માર્ગ ગેરરીતિ સામે આવતા ગ્રામજનો એ કામ બંધ કરાવ્યું
બાલાસિનોર તાલુકાના જનોડ થી બાલાસિનોર જોડતો માર્ગ પર રિસર્ફિંગના કામમાં હલકી કક્ષાનો અને એસરિમેન્ટ પ્રમાણે માલ ના નાખતા ગ્રામજનો અને કોન્ટ્રાક્ટર સામે ચકમક થઈ હતી. કોન્ટ્રાક્ટર દ્વારા ભૂલ સ્વીકારવાના બદલે કામ બંધ કરી દેતા માર્ગ મકાનના અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગત સામે આવી છે
પીલોદરાથીબાલાસિનોર માર્ગ પર અત્યંત ખાડા અને માર્ગ બિસ્માર થતાં રિસર્ફિંગમાં મુકવામાં આવ્યો હતો જેમાં એલ.જી ચૌધરી કંપનીને કોન્ટ્રાકટ મળતા ગુરુવારના સવારના સમયે રોડ સાફ સફાઈ કામગીરી ચાલુ કરાવામાં આવી હતી જ્યારે સાફ સફાઈ થઈ જતા માર્ગનું કામ સાંજના સમયે ચાલુ કરવામાં આવતા જનોડ ગામના ગ્રામજનો દ્વારા પોતાના ગામને જોડતો માર્ગ સારી ગુણવત્તા વારો બને તેની ચોકસાઇ કરવા જતાં પ્રથમ લેયરમાં દોઢ ઇંચ ડામર રોડ પાથરવાની જગ્યાએ માત્ર અડધો ઇંચ એમ પણ હલકી ગુણવત્તાનો માલ વાપરતા ગ્રામજનો દ્વારા સારોવધુ ડામર પાથરવાની રજુઆત કરતા કોન્ટ્રાકટ દ્વારા અસભ્ય વર્તન સાથે જે છે એ એમ કહી કામ બંધ કરી દેતા સમગ્ર પોલ ખુલી ગઈ હતી હાલ ૨૦૦ મીટર રોડ પર પ્રથમ લેયર ડામર પાથરવામાં આવ્યું છે ગ્રામજનોની માંગ છે કે અમારો માર્ગ સારી ગુણવત્તા વાળો બને પણ કોન્ટ્રાકટ અને અધિકારીઓની મિલીભગત અને ભષ્ટાચાર સામે તપાસ થાય તેવી માંગ ઉઠી છે આ બાબતે માર્ગ મકાન અધિકારીએ જણાવ્યું હતું કામ પ્રગતિમાં છે અને જનોડ માર્ગનું કામ પ્રથમ લેયરનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.