ધંધુકા શહેરમાં આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાયો
ધંધુકા શહેરમાં આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે.ત્યારે
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના નવાપરા વિસ્તારમાં આયુષ્માન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ્માન કાર્ડમાં તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી એ મુજબ રૂપિયા 5 લાખથી લઈને રૂપિયા 10 લાખ કરવામાં આવી છે. આજના સમયમાં લોકોને દરેક દવાખાનાની મુશ્કેલીમાં આશીર્વાદરૂપ સાબિત થઇ શકે છે માટે દરેક લોકો જાગૃત બને તે હેતુથી ધંધુકા હેલ્થ ઓફિસથી આરોગ્ય કાર્યકર તથા આશા વર્કરોબેનો દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિસ્તારના તમામ લોકોને આયુષ્માન કાર્ડની માહિતી આપવામાં આવી હતી સાથે નવા આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આ કેમ્પનું આયોજન આરોગ્ય કાર્યકર રવિરાજ ખડચરિયા, આશા વર્કરો સોનાબેન સરવૈયા અને રંભાબેન મકવાણા દ્વારા કરાયું હતું. જેમાં સંજયભાઈ ઝાલા પત્રકાર દ્વારા જણાવવામાં આવ્યુંહતું કે વાર્ષિક ધોરણે લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. 5 લાખની કેશલેસ આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવશે. સંપૂર્ણ માહિતી આયુષ્માન ભારત યોજના વિશે કે આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું, આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ? શું લાભ મળશે?, ડોક્યુમેન્ટ્સ શું જોશે? કઈ જગ્યા એ અરજી કરવી અને ઘણી બધી સેવાની માહિતી આપવામાં આવી હતી અને નવા આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.
રીપોર્ટર : સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.