7 દિવસમાં 377 ઢોર ડબ્બે પૂર્યા, દૈનિક ટાર્ગેટ 50 થયો
એક દિવસમાં 40 પશુ પકડવાનો લક્ષ્યાંક હતો
રાજકોટ મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખાએ રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે દરરોજ 40 ઢોર પકડવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે આ લક્ષ્યાંક કરતા ગત સપ્તાહે વધારે કામ થયું છે. તા.13થી 20 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી 377 ઢોર પકડાયા છે જે જોતા સરેરાશ દૈનિક 53 ઢોર પકડવામાં આવ્યા છે. હાલ જે પણ ઢોર પકડાય છે તેના માલિક પાસેથી દંડ લેવામાં આવે છે અને જો ઢોર રજિસ્ટ્રેશન વગરનું હોય તો તે કોઇ માલિકને સોંપવામાં આવતું નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.