જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ તેમજ શ્રીમતી સોનાલીબેન અપૂર્વભાઈ શાહ બ્લડ બેન્ક ના સંયુક્ત ઉપક્રમે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ તેમજ શ્રીમતી સોનાલીબેન અપૂર્વભાઈ શાહ બ્લડ બેન્ક ના સંયુક્ત ઉપક્રમે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ


( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ તેમજ શ્રીમતી સોનાલીબેન અપૂર્વભાઈ શાહ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે, પદ્મશ્રી નાના ચુડાસમાજીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમાં 50 બોટલ રક્ત એકત્ર કરવામાં આવેલ અને તમામ રક્તદાતાઓને દાતા શ્રીમતી પ્રીતિબેન દિલાવરભાઈ હમીદ (ધર્મ ભક્તિ ઇન્ફ્રાસ્ટકચર) તરફથી ગિફ્ટ આપી ને વધુમાં વધુ રક્તદાન તરફ જાગૃતિ આવેએ પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવેલ.

સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન પ્રમુખ કેતનભાઇ રોજેસરા, યુનિટ ડાયરેક્ટર સી.એલ. ભીકડિયા, ડી.એ દિપકભાઈ માથુકિયા, પ્રેમજીભાઈ કળથીયા, લાલજીભાઈ કળથીયા, મુકેશભાઈ જોટાણીયા, વિજયભાઈ વાળા, અતુલભાઇ વાઘેલા, નિલેશભાઈ કોઠારી, યોગેશભાઈ શેઠ, કાનજીભાઈ કળથીયા, અમિતભાઈ વડોદરિયા, નરેશભાઈ માવાણી, ભાવેશભાઈ કણઝરીયા, નાસીરભાઈ ખલયાણી, મનસુરભાઈ ખલ્યાણી, કલ્પેશભાઈ ગાંધી, જયદીપભાઇ પરમાર, જીતેન્દ્રભાઈ બુદ્ધભટ્ટી, ગોપાલભાઈ સ્વદાસ, દિલીપભાઈ ભલગામિયા, પ્રકાશભાઈ ભીમાણી, ભાવેશભાઈ ગજેરા, કલ્પેશભાઈ નંદાણી, નિલેશભાઈ વાગડીયા, ચિરાગભાઈ રામાનુજ તથા બ્લડ બેન્ક સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.