રાજકોટમાં જાગરણની રાત્રે પોલીસનું સઘન ચેકિંગ, ઉજાગરા કરવા નીકળેલા રોમિયોને ઉઠક બેઠક કરાવી
રાજકોટ શહેરમાં જયા પાર્વતીના જાગરણ નિમિત્તે યુવતીઓને લુખ્ખાતત્વો દ્વારા હેરાન પરેશાન ન કરવામાં આવે તે માટે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે રોમિયોગીરી કરનારા રોમિયોને જાહેરમાં સબક શીખડાવ્યો હતો. પોલીસે રોમિયોગીરી કરતા યુવાનોને જાહેરમાં ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન કરાવ્યું હતું. શહેર પોલીસે અલગ અલગ વિસ્તારમાં રેસકોર્સ રિંગ રોડ કિશાનપરા ચોક કેકેવી ચોક સહિતના વિસ્તારોમાં પોલીસે યુવાનોને ઝડપીને ઉઠક બેઠક કરાવડાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.