લાલપુર કન્યા શાળા મા ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - At This Time

લાલપુર કન્યા શાળા મા ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ


લાલપુર કન્યા શાળા મા ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

લાલપુર તાલુકા કન્યા શાળા ના પટાગણ મા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવેલ હતું આ સાથે લાલપુર તાલુકા
સરપંચ જયેશભાઈ તૈરેયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું
આ પ્રસંગે ગુજરાત સરકાર પશુપાલન ના ઉપ સચિવ તડવી તથા ગુજરાત સરકાર સેકસન ઓફિસર વિજયભાઈ દેસાઈ તથા સરપંચ જયેશભાઈ તૈરેયા તથા તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા તથા જીલ્લા પંચાયત ન્યાય સમિતિ સભ્ય હીરજીભાઈ ચાવડા તથા તાલુકા પંચાયત કારોબારી સભ્ય કૌશિકભાઇ ખાટ વગેરે લોકોએ દિપ પ્રગટાવેલ અને સાથે આ
કાર્યક્રમ ની શુભ શરૂઆત કરી
પહેલાં ઘોરણ માં પ્રવેશ આપવામાં આવેલ સાથે દરેક બાળકો ને પાટી પેન અને બુક થેલા(બેગ) ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવ્યાં હતાં
સાથે સરપંચ જયેશભાઈ તૈરેયા ના હસ્તે ગ્રામપંચાયત ના સભ્યો દ્વારા તાલુકા કન્યા શાળા ના પટાગણ મા વુક્ષારોપણ
કરવામાં આવેલ
આ કાર્યક્રમ મા ઉપસ્થિત
ગુજરાત સરકાર પશુપાલન ઉપ સચિવ તડવી સાહેબ તથા ગુજરાત સરકાર સેકસન ઓફિસર વિજયભાઈ દેસાઈ સાહેબ તથા બી આર સી ભવન ના કોડિનેટર યશપાલસિહ જાડેજા તથા સરપંચ જયેશભાઈ તૈરેયા તથા તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા તથા જીલ્લા પંચાયત ન્યાય સમિતિ સભ્ય ચાવડા હીરજીભાઈ તથા તાલુકા પંચાયત કારોબારી સભ્ય કૌશિકભાઇ ખાટ તથા ઉપ સરપંચ મનોજભાઈ વાછાણી તથા ગ્રામપંચાયત સામાજિક ન્યાય ચેરમેન યોગેશભાઈ ચાવડા તથા જીલ્લા ભાજપ લિગલ સેલ ના કન્વીનર ધર્મેશભાઈ ઘમસાણિયા તથા તાલુકા ભાજપ યુવા પ્રમુખ હીટલરભાઈ રોકડ તથા ગ્રામપંચાયત સભ્ય મચ્છાભાઈ વકાતર તથા ગ્રામપંચાયત સભ્ય દિલીપસિંહ જાડેજા તથા ગ્રામપંચાયત સભ્ય આરીફભાઈ શેખ તથા ગ્રામપંચાયત સભ્ય ડેનિશભાઈ ભાલોડિયા તથા
ગ્રામજનો આગેવાનો તથા ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહી ને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

રિપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો,9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image