અમરેલી જિલ્લા માં થતી દારૂ જુગાર વ્યાજખોરી ખનીજ ચોરી ટ્રાફિક સમસ્યા ઓ અંગે પૂર્વ માજી સાંસદ ઠુંમરે રાજ્ય નાં મુખ્યમંત્રી ગૃહમંત્રી અને વિભાગીય પોલીસ વડા ને કરી ફરિયાદ - At This Time

અમરેલી જિલ્લા માં થતી દારૂ જુગાર વ્યાજખોરી ખનીજ ચોરી ટ્રાફિક સમસ્યા ઓ અંગે પૂર્વ માજી સાંસદ ઠુંમરે રાજ્ય નાં મુખ્યમંત્રી ગૃહમંત્રી અને વિભાગીય પોલીસ વડા ને કરી ફરિયાદ


અમરેલી શહેરની ટ્રાફીક સમસ્યાને વાહનચાલકોના નાના-મોટા થતા ઝગડાઓ અંગે ટ્રાફીક વિભાગે તાકીદે ધ્યાન આપવા વ્યાજખોરોથી પીડાતા સામાન્ય લોકોને પરેશાની માટે લોકદરબાર યોજો છે તેને આવકારું છું. સાથો-સાથ અમરેલીમાં દારૂ, જુગાર,આયુર્વેદિક પીણા, ડ્રગ્સ અને ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ દિન-પ્રતિદિન વધતી જાય છે તેનો ભોગ સામાન્ય લોકો અને ગરીબ પરીવાર બનતા જાય છે ના છુટકે આત્મવિલોપન કરવા અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ પ્રેરાઇ છે. તે બાબતે પણ સ્થાનિક પોલીસને કડક સુચના થવા રજુઆત છે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ લખેલી ગાડીઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે હકીકત પોલીસ છે કે કેમ? અને ન હોય, તો પોલીસના નામે ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને જીણવટપુર્વક તપાસ કરી આવી થતી પ્રવૃત્તિ ઉપર રોક લગાવી જરૂરી છે ગાડી ઉપર ગેરકાયદેસર ખોટા બોર્ડ લગાવવા એ પણ ગુન્હાપાત્ર છે છતા પણ પોલીસની રોક-ટોક વગર આવી પ્રવૃતિ સતત વધતી રહે છે અને તેના કારણે કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર અસર થાય છે. તો આવી પ્રવૃતિમાં કોણ સંડોવાયેલ છે તેની પણ જીણવટપુર્વક તપાસ કરી આવી પ્રવૃત્તિ પર રોક લગાવી જરૂરી છે.અમરેલી શહેર અને ટાઉન પ્લેસમાં ટ્રાફીકની સમસ્યા ભારે મોટી છે તેનું મુળ કારણ હપ્તાખોરી, અમરેલી માણેકપરા શેરી નં.-૫ મોટી રસ્તો છે અમરેલી થી લીલીયા રોડ જોડતા મોટા રસ્તા ઉપર ખાસ કરીને લીલીયા ફાટક થી કેરીયા રોડ, સુખનાથ પરા મંદિર થી HDFC સ્ટેશન રોડને જોડતો મહત્વનો રસ્તો, સુખનાથ ચોક થી અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘ સુધીનો મેઇન રસ્તો, ખાદી ભંડાર અને દિલીપભાઇ સંઘાણી ટાઉન હોલ, ખેતી બેંક, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને જુના પોલીસ સ્ટેશન પોષ્ટ ઓફીસ પાછળ થી કલેકટર ઓફીસ જવાનો મહત્વનો રસ્તો, સ્વામિનારાયણ મંદિર થી રેલ્વે સ્ટેશન સુધી સ્ટેશન રોડ ગણાતો અમરેલી શહેરનો મેઇન રસ્તો, નાગનાથ મંદિર થી એસ.ટી.ડેપો તરફ જતા જિલ્લા પંચાયત જુના માર્કેટ યાર્ડ પાછળનો રસ્તો, રાજકમલ ચોક થી સરદાર પટેલ ચોક તરફ જતો રસ્તો S.P. કચેરી જતો ચિત્તલ રોડ, મ્યુનિસિપલ ગર્લસ હાઇસ્કુલ થી સોમનાથ મંદિર જુની રૂપમ ટોકીઝ તરફ જતાં રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ મોટા ટ્રકો નું પાર્કિંગ તેમજ નવા બાંધકામનાં રેતી, ઇંટો, બેલા તેના કારણે રસ્તા દબાઇ છે સામ-સામે આવતા નાના વાહનો પણ સાઇડ આપી શકતા નથી. આવી ટ્રાફીક સમસ્યાને કારણે લોકોને ઓફિસ કામ દરમ્યાન, કોર્ટ કચેરીના કામમાં સમયસર પહોંચવામાં ભારે અગવડ ઉભી થાય છે. ચોમાસાને કારણે ગંદકી વધતી જાય છે તે એક ચોમાસા દરમ્યાન વધારાનું ટ્રાફીકનું કારણ બને છે. પોલીસતંત્ર કડક અને નિયમ પ્રમાણે કાર્યવાહી કરાવે અથવા આ રસ્તા ઉપર વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે ધંધા-રોજગાર કરતા લોકોને જાગૃત કરવામાં આવે તો ટ્રાફીકની સમસ્યાઓથી સામાન્ય લોકોની હાલાકી દુર થઈ શકે તેમ છે. પાન-બીડી ગલ્લા ચલાવતા વેપારીઓને ત્યાં આડેધડ પાર્કિંગ પાન-માવા કે સીગારેટ પીવા ઉભા રહેતા લોકોને કારણે તેમજ તેમની આસપાસ થુંકવાને કારણે ગંદકી વધતી જાય છે તે પણ એક ટ્રાફીક સમસ્યાનું કારણ છે. પાન-બીડી ગલ્લા ધારકોને કડક સુચના આપવામાં આવે, અમદાવાદ, સુરત, મોટા કોર્પોરેશન માં મ્યુનિસિપલ કમિશ્નર અને પોલીસ કમિશ્નર મારફત રોંગ સાઇડમાં ચાલતા અનેક લોકોને પકડીને ગુન્હા દાખલ કરેલ છે તો અમરેલીમાં કેમ નહી? આ બાબતે ગૃહ પ્રધાનના અવાર-નવાર પ્રેસનિવેદનો આવે છે પરંતુ અમરેલી તેમાંથી બાકાત છે તેથી અમરેલી ડો.જીવરાજ મહેતાના સપનાનું અમરેલી બને, રાજયનાં પ્રથમ મુખ્યમંત્રી અમરેલીએ આપ્યા છે ત્યારે નમુનારૂપ અમરેલી બને, સંતો-મહંતોની ભુમીનું અમરેલી શહેર રમેશ પારેખ નું અમરેલી પ્રખ્યાત કવિ ના નામ સાથે જોડાયેલું અમરેલી, અમરેલી શહેર મહત્વનું શહેર બને તે માટે પોલીસ તરફથી નિયમ પ્રમાણે કડક કાર્યવાહી અને ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિમાં આપના વિભાગનાં કોઇ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ તેમજ સરકારી નોકરી કરતા અધિકારીઓ/કર્મચારીઓની મીલીભગત હોય તો પણ તેઓ પણ કાયદાથી પર નથી. કોઇ રાજકીય પદાધિકારી હોય તો તે પણ કાયદાથી પર નથી. તેમને સમજુતી આપવામાં આવે અથવા તેમના ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં તેવી પત્રથી રજૂઆત છે.વધારામાં પોલીસ સ્ટેશન ઉપર જઈ અને કોઈને પણ અન્યાય થયો હોય તો FIR નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં જાય છે તો પ્રથમ તેઓની અરજી લેવામાં આવે છે. અને પોલીસને લાગે કે નોંધવી છે તો FIR નોંધતા હોય છે. કોઇપણ જિલ્લા રાજય કે દેશનો નાગરીક પોલીસ સ્ટેશને ફર્સ્ટ ઇન્ફોર્મેશન આપવા આવે તો પોલીસે FIR નોંધવી ફરજીયાત છે અને કોઇ ખોટી FIR દાખલ કરે તો તે પણ ગુન્હા પાત્ર છે તે પ્રમાણે તમામ પોલીસને અવેરનેશ કરવામાં આવે તો ગુન્હાનું પ્રમાણ પણ ઘટી જશે અને પોલીસનો ડર લોકોમાં આવશે, તો નાની-મોટી ગેરકાયદેસર થતી પ્રવૃતિ ઉપર બેક આવશે અને તેનો ફાયદો અમરેલી જિલ્લાની જનતાને થશે.તેવું એક જાહેર જીવનનાં વ્યક્તિ તરીકે વર્ષોથી લોકો વચ્ચે કામગીરી કરી રહ્યો છું તેનો એક મહત્વના અનુભવના નીચોડ દ્વારા આ પત્રથી અમરેલી જિલ્લાની મુલાકાતે આપ આવ્યા છો ત્યારે મારી રજુઆતને ધ્યાન ઉપર લેશો તેવી પત્રથી આપને જાણ કરી રહ્યો છું.આ બાબતે અવાર-નવાર જિલ્લા પોલીસ વડાશ્રીને પત્રથી રજુઆત કરી ચુક્યો છું. તેમ વિરજીભાઈ જણાવ્યું હતું અને વિભાગીય પોલીસ તેમજ શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, માન. મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર શ્રી હર્ષભાઇ સંઘવી, માન.મંત્રીશ્રી (ગૃહ) ગાંધીનગર કલેકટરશ્રી  અમરેલી

સહિત સબંધ કરતા વિભાગો ને લેખિત રજૂઆત કરી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.