બોટાદ જિલ્લાના મોટી વીરવા ગામે ક્લિનીક ચલાવતો નકલી ડોક્ટર જડપાયો
બોટાદ જિલ્લાના મોટી વીરવા ગામે ક્લિનીક ચલાવતો નકલી ડોક્ટર જડપાયો
બોટાદ એસઓજીએ બોટાદના મોટી વીરવા ગામે ક્લીનીક ચલવતો નકલી ડોક્ટર ઝડપી ક્લીનીકમાંથી કિ રૂ.૧૬૯૮૪ નો મુદ્દામાલ ઝપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બોટાદ એસ.ઓ.જી. સ્ટાફના માણસો તા.25-11-23 ના રોજ પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન બાતમીના આધારે રેડ પાડતાં,કોઈપણ જાતની ડિગ્રી વગર પોતાની ડોક્ટર તરીકેની ઓળખ આપી પ્રાઈવેટ દવાખાનુ ચલાવતા ક્લીનીકમાં તપાસ કરતા તે સ્થળે એક ઈસમ દવાખાનામાં કોઈ ડિગ્રીનું બોર્ડ માર્યુ ન હતુ જેથી તેની પાસે ડિગ્રી રજુ કરવાનુ જણાવતા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ફોર હેલ્થનું રજુ કર્યું હતુ અને તે ડીગ્રી સર્ટી પોતાને પ્રાથમીક સારવાર માટેનુ છે અને પાંચ વર્ષથી આ સર્ટીના આધારે મેડીકલ પ્રેક્ટીસ કરે છે તેમ જણાવ્યુ હતુ.ત્યારબાદ મેડીકલ ઓફીસર એ.એસ.ધોરીએ દવાનું નિરિક્ષણ કરતા તે દવાઓ એલોપેથી દવાઓ હતી જે કોઈપણ ડો.પ્રીસ્ક્રીપસન વગર આપી શકે નહીં.જેથી પોલીસે ક્લીનીકમાંથી જુદા જુદા દર્દો મટાડવાની ટીકડીઓ, ઈન્જેક્શન, બાટલાઓ,નિડલ મળી રૂ.૧૬૯૮૪ નો સામાન કબ્જે કરી દિલિપ ચંદુભાઈ બાવળીયા મુળ.રહે.બોટાદ ભાંભણ રોડ,ગામ મોટી વીરવા તા.જી.બોટાદ વિરૂધ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.