દેશના તમામસૈનિકોનો પગાર વધારો કરી અન્ય લાભો આપવા વડાપ્રધાન સમક્ષ માંગ કરતી ટિમ ગબ્બર
દેશના તમામસૈનિકોનો પગાર વધારો કરી અન્ય લાભો આપવા વડાપ્રધાન સમક્ષ માંગ કરતી ટિમ ગબ્બર
ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા વડાપ્રધાન,
રાજ્યપાલ,મુખ્યમંત્રી,
કલેકટરતમામ જિલ્લા સહિતનાને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે,દેશની ચોવીસ કલાક રક્ષા કરતા સમગ્ર દેશના સૈનિકોને ખુબ જ ઓછો પગાર અપાતો હોય તેમજ તેમનું યોગ્ય સન્માન પણ થતું ન હોય જ્યારે દેશના શિક્ષકોને ખુબ મોટા પગારો આપવામાં આવતા હોય આ ઉપરાંત ૧૫મી ઓગસ્ટ તથા ૨૬મી જાન્યુઆરીએ રાજકીય લોકોના સન્માનની સાથોસાથ આવા સૈનિકોના પણ સન્માન કરવામાં આવે તેમજ દેશ માટે શહીદ થયેલ સૈનિકોના પત્નીને વિધવાના બદલે વિરવિધવાનો દરજ્જો આપવામાં આવે તેમજ દેશના સાંસદોને રૂપિયા પચ્ચાસ હજારના ટેલિફોન બિલ તથા ચાર લાખ રૂપિયા વાહન ખરીદવા માટે વગર વ્યાજે લોન આપવામાં આવે છે તેમજ વર્ષમાં જેટલી પ્લેનમાં જવાની સુખ સગવડતાઓ આપવામાં આવે છે તેમજ મકાન ખરીદવા કે મકાન બનાવવા માટે જે ઓછા દરે લોન આપવામાં આવે છે તેવી જ રીતે પોતાના ઘરથી હજારો કીમી.દૂર સતત મોત સાથે ઝઝૂમતા દેશના સૈનિકો માટે સંવેદનશીલ સરકાર સંવેદના દાખવી આવા લાભો આપે તેવી અમારી ટિમ ગબ્બરની માગ સાથે રજુઆત છે.દેશમાં જ્યારે જ્યારે કોઈ સંકટ ઉભુ થાય અને પુર હોનારત થાય કે આંતકવાદીઆવે,ધરતી કંપ આવે કોઈ બાળક બોરમાં ફસાઈ જાય ત્યારે આર્મીને બોલાવવામાં આવે છે તો જાહેર દેશભક્તિના સન્માન વખતે પણ તેમને મુખ્યમહેમાન તરીકે બોલાવી સન્માન થવું જોઇએ દેશના સૈનિકો માઇનસ ડિગ્રીમાં પણ દિવાસ રાત જોયા વગર પરિવારની ચિંતા છોડી દેશની ચિંતા કરતા હોય ત્યારે તેમનેજ આવો અન્યાય કેમ.. તેથી સૈનિકોને પણ આવા તમામ લાભો આપવા અમારી ટિમ ગબ્બર ગુજરાતની માંગ સાથે રજુઆત કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીએ એક અખબારી યાદીમાં જણાવેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.