મોડાસા શ્રી જે બી શાહ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

મોડાસા શ્રી જે બી શાહ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી


મ .લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે બી શાહ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ગુરુવારે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં ધોરણ સાત અને આઠ ના 45 જેટલા બાળકોએ શિક્ષક તરીકેનો અભિનય કર્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નૈનેશકુમાર દવે સાહેબ હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. તેમને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જો શિક્ષક હ્રદયથી બાળકોને ભણાવે તો આજે પણ દ્રોણાચાર્ય જેવા ગુરુ અને એકલવ્ય જેવા વિદ્યાર્થીઓ છે. શિક્ષકોએ બાળકને અભ્યાસની સાથે સાથે ઓળખવો પણ જરૂરી છે. વિદ્યાર્થીનું બાળપણ છીનવાઈ ન જાય તેમજ અભ્યાસની સાથે સાથે સંસ્કાર નું સિંચન આપવાની જવાબદારી શિક્ષકોની છે. ભાષાને માધ્યમ બનાવીને કોઈપણ સંવાદ કરવો જરૂરી છે પરંતુ આજે અંગ્રેજી ભાષા લાઈફ સ્ટાઈલ બની ગઈ છે જેની અસર આપની સંસ્કૃતિ અને આહાર પર થાય છે. ડોક્ટર સંજયભાઈ વેદિયા સાહેબે બાળકોને વાર્તા કહીને શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું. પ્રભારી મંત્રીશ્રી પરેશભાઈ બી.મહેતાએ બાળકોને શિક્ષક દિન શા માટે ઉજવવામાં આવે છે અને વિદ્યાર્થીઓના જીવનમાં તેનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું. આચાર્ય દિપકભાઈ મોદીએ ગુરુ બ્રહ્માના શ્લોકથી બધા જ મહેમાનોનું સ્વાગત કર્યું હતું તેમને શિક્ષકોએ બાળકોનું ઘડતર એવી રીતે કરવું જોઈએ કે જેથી કરીને બાળક મોટો થઈને સમાજને ઉપયોગી થાય તેમજ દેશનો સારો નાગરિક બને એ શિક્ષકોને વિનંતી કરી હતીકાર્યક્રમમાં શિક્ષકના મહત્વ વિશે એક સુંદર નાટક મદદનીશ શિક્ષક હિતેશભાઈ પ્રજાપતિ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. ભૂમિકાબેન ભાવસારે નાના બાળકોનું એક ગીત રજૂ કરાવ્યું હતું. મંડળના પ્રમુખશ્રી નવીનચંદ્ર આર.મોદી સાહેબે શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ જે વિદ્યાર્થીઓએ શિક્ષકનો અભિનય કર્યો હતો દરેકને અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં કાર્યક્રમની આભાર વિધિ મદદનીશ શિક્ષક પરેશભાઈ પરમારે કરી હતી.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.