વિરપુરના પ્રજાપતિ પરીવાર છેલ્લા ૮૦ વર્ષથી બનાવે છે માતાજીના ગરબા.... - At This Time

વિરપુરના પ્રજાપતિ પરીવાર છેલ્લા ૮૦ વર્ષથી બનાવે છે માતાજીના ગરબા….


નવલી નવરાત્રીને ગણતરીની દિવસો બાકી રહ્યા છે ત્યારે વિરપુરના મોટા કુંભારવાડામા છેલ્લા કેટલાય દિવસોથી પ્રજાપતિ પરિવારના સભ્યો માતાજીના ગરબા બનાવવામાં વ્યસ્ત થઈ ગયેલ જોવા મળે છે મહિસાગર જીલ્લાના વિરપુર નગરમાં મોટા કુંભારવાડામાં વિસ્તારમાં ૭૦ વર્ષથી પ્રજાપતિ પરીવાર દ્વારા નવરાત્રી તહેવારને લઈ ગરબા બનાવવામાં આવે છે નવરાત્રિના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિરપુરના કુંભારવાડા વિસ્તારમા રહેતા પ્રજાપતિ પરીવાર દ્વારા ખાસ માટીના ગરબા બનાવી રહ્યા છે. આ માટીના ગરબાની માઈ ભક્તો ઘરમાં દસ દિવસ માટે સ્થાપના કરશે. નવરાત્રિના એક મહિના પૂર્વથી જ માટીના ગરબા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવતી હોય છે. હાલ મોટા કુંભારવાડામાં રહેતા પ્રજાપતિ પરિવાર દ્વારા કેવી રીતે ગરબા તૈયાર કરવામાં આવી રહ્યા છે અને બજારમાં કેવી માંગ છે તે જાણીએ.વિરપુરના મોટા કુંભારવાડા વિસ્તારમાં રહેતા ભરતભાઇ શંકરભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, ૭૦ થી ૮૦ વર્ષથી અમારા બાપ-દાદા અહીં રહેતા અને માટીના વાસણો બનાવવાનો વ્યવસાબાપય કરી ગુજરાન ચલાવતા હતા. અમારો આ વારસાગત વ્યવસાય આજે અમે લોકો ચલાવી રહ્યા છીએ.દર વર્ષે નવરાત્રિ પર્વને લઈ અમારા પરિવાર દ્વારા ગરબા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવે છે. ગરબા બનાવવા માટે તળાવમાંથી માટીને લાવીને ગાળવી પડે છે તથા ખેતરમાંથી લાવેલી માટીથી કપ, રકાબી સહિતની ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે.”નવરાત્રિ પહેલા ૬૦ થી ૭૦ નંગ ગરબા બની જાય છે. પરંતુ જો વરસાદ હોય તો  ૩૦ થી ૪૦ નંગ બને છે અમે બનાવેલા માટીના ગરબા વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમા લેવા માટે આવતા હોય છે ત્યારે પ્રજાપતિ પરીવાર દ્વારા ખાસ નવરાત્રી દરમિયાન તૈયાર કરેલા અવનવા ગરબીનું બહુજ મહત્વ હોય છે આ ગરબી નવ દિવસ નિમિત્તે પુજા અર્ચના કર્યા બાદ મંદિરે મુકી આવતા હોય છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.