મેમાનો દંડ ન ભરનાર ૮૯૬ વાહન ચાલકો પાસે રૂ .૧,૨૯,૮૦૦ વસુલવા તા .૧૩ / ૦૫ / ૨૦૨૩ ના રોજ લોક અદાલત
મેમાનો દંડ ન ભરનાર ૮૯૬ વાહન ચાલકો પાસે રૂ .૧,૨૯,૮૦૦ વસુલવા તા .૧૩ / ૦૫ / ૨૦૨૩ ના રોજ લોક અદાલત
બોટાદ જિલ્લામાં પોલીસ દ્વારા સીસીટીવી મોનીટરીંગ કરી જે લોકો ટ્રાફીકના નિયમોનો ભંગ કરે છે તેવા વાહન ચાલકોને ઇ - મેમા ઇશ્યુ કરવામાં આવી રહેલ છે.જે વાહન ચાલકો ઇ - મેમાનો દંડ ભરેલ નથી તેઓના વિરુધ્ધ રાષ્ટ્રીય કાનુની સેવા સતા મંડળ , દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના નેજા હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ બોટાદ દ્વારા તા .૧૩ / ૦૫ / ૨૦૨૩ ના રોજ લોક - અદાલતનું આયોજન કરેલ છે . બોટાદ જિલ્લાના તંત્રમ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ઇ - મેમા પૈકી જે વાહન ચાલકો ના ઇ - મેમાનો દંડ આજદિન સુધી ભરપાઇ કરેલ નથી તેવા વાહન ચાલકો વિરુધ્ધ બોટાદ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કુલ ૮૯૬ કેસ સામે કુલ દંડ રૂ .૧,૨૯,૮૦૦ વસુલવા કોર્ટ નોટીસ કાઢી મોકલી આપેલ છે આર્થી જે વાહન ચાલકોના ઇ - મેમાનો દંડ ભરવાના બાકી હોય તેવા તમામ ચાલકોને તા .૧૨ / ૦૫ / ૨૦૨૩ સુધીમાં ઇ - મેમાના બાકી દંડ ભરપાઇ કરવા અનુરોધ કરવામાં આવે છે આપને મળેલ ટ્રાફીક નિયમના ભંગ બદલ ઇ - મેમાનો દંડ ભરવા માટે ( ૦૧ ) ઓફલાઇન નેત્રમ પોલીસ અધિક્ષકની કચેરી , પોલીસ પરેડ ગ્રાઉન્ડ , મસ રોડ , બોટાદ ( ૦૨ ) ઓનલાઇન – https://ochallanpayment.gujarat.gov.in વેબસાઇટ પરથી ભરી શકાશે
પોલીસ અધિક્ષક બોટાદ
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.