બોટાદ જિલ્લા પોલીસ ટીમની માનવતાસભર કામગીરી "દાદા-દાદીના દોસ્ત"ને બિરદાવતા ગૃહમંત્રીશ્રી - At This Time

બોટાદ જિલ્લા પોલીસ ટીમની માનવતાસભર કામગીરી “દાદા-દાદીના દોસ્ત”ને બિરદાવતા ગૃહમંત્રીશ્રી


જિલ્લાના અનેક વડીલોનો આધાર બનતી પોલીસ ટીમને હૃદયપૂર્વક અભિનંદન : શ્રી હર્ષ સંઘવી

આજે બોટાદ ખાતે આયોજિત પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના લોકાર્પણ સમારોહમાં અધ્યક્ષ સ્થાને પધારેલા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સમારોહ દરમિયાન બોટાદ જિલ્લા પોલીસની ટીમની જિલ્લાનાં વડીલો માટે કરવામાં આવતી માનવતાસભર કામગીરીને બિરદાવી હતી. અધ્યક્ષશ્રીએ આનંદભેર જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવતી અનેક માનવીય અને સંવેદનાસભર કામગીરીને કારણે આજે જિલ્લાના અનેક લોકો રક્ષિત થયા છે.

જિલ્લાનાં અનેક વડીલો માટે આધાર બનતી પોલીસ ટીમની "દાદા-દાદીનાં દોસ્ત"ની અનોખી પહેલ માટે તેમણે સમગ્ર ટીમને વધાવી હતી. સાથોસાથ યુવાનોના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે જિલ્લા પોલીસ દ્વારા શનિવાર રવિવાર દરમિયાન શૈક્ષણિક ક્લાસ ચલાવવામાં આવી રહ્યાં છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે માર્ગદર્શન મેળવી રહ્યાં છે. માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા જિલ્લાનાં બાળકોને પણ જિલ્લા પોલીસ દ્વારા તેમનાં શિક્ષણથી માંડીને ભરણપોષણ સુધીની મદદ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવતી આ તમામ સંવેદનશીલ કામગીરી વિશે માહિતી મેળવી ગૃહમંત્રીશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.