ગુજરાત ગૌરક્ષક સંઘ ગાંધીનગર દ્વારા સત્યાગ્રહ છાવણી સેક્ટર નંબર છ ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
ગુજરાત ગૌરક્ષક સંઘ ગાંધીનગર દ્વારા આજે તારીખ 20 9 2022 ના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સેક્ટર નંબર છ માં ગુજરાત સરકાર દ્વારા 500 કરોડ રૂપિયા ગાયોને સહાય માટે જે જાહેરાત કરવામાં આવી હતી. છતાં પણ આજ દિન સુધી હજી સરકાર દ્વારા એક પણ રૂપિયાની ફાળવણી ન થતા.ગુજરાત ભરના ગૌ સેવકો,ગૌપાલકો,ગૌપ્રેમીઓ સાધુ સંતો,ગૌરક્ષક સંઘ દ્વારા ગાંધીનગરમાં આજે ધરણા ઉપવાસ આંદોલનમાં હજારોની સંખ્યામાં ગૌપાલકો ગાય માતાને ન્યાય મળે એ માટે ગાય માતાના પૈસા ગૌશાળા અને પાંજરાપોળ બંનેને યોગ્ય સહાય આપવા માટે આજે મોટી સંખ્યામાં ગૌપાલકોએ એકઠા થયા હતા. જેમાં ગુજરાતના વરિષ્ઠ સંતો તથા ગૌરક્ષા સુરક્ષા કમિટીના પ્રદેશ પ્રમુખ સંજય ભગત ઉપસ્થિત રહ્યા હતા. તથા ગાંધીનગર ગૌરક્ષક સંઘના તમામ ટ્રસ્ટીઓ પ્રમુખો અને સાધુ સંતો હાજર રહ્યા હતા. સરકાર પાસે માંગણી મૂકવામાં આવી હતી. આવતીકાલે ગુજરાત ભરમાં ગૌપાલકો કોઈને પણ દૂધ આપશે નહીં. આપવા દેશે પણ નહીં એવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.