એસીપીએ કહ્યું, બે મિનિટમાં એકને 15 બીજાને પ્લાસ્ટિકના 5 પાઈપ ફટકાર્યા એટલે મોત થયા
માર મારવામાં એક થી વધુ વ્યક્તિ હોવાની ચર્ચા, સીસીટીવી ફૂટેજ જાહેર કરાય તો હજુ વધુ કેટલાકને રેલો આવે તેવી સંભાવના
રાજકોટમાં પેંડો ઉર્ફે શક્તિ અને પ્રકાશના કસ્ટોડિયલ ડેથ જેવી ઘટનામાં તપાસનીશ અધિકારી કેટલીક સત્ય વિગત છુપાવી રહ્યા છે
માલવિયાનગર પોલીસ મથકના એએસઆઈ એ બેરહેમીથી માર મારતા બે યુવાનનાં મોત થયાની ઘટનાએ સમગ્ર પોલીસ તંત્ર પર ફરી એક વખત દાગ લગાવી દીધો છે ત્યારે રાજકોટમાં અગાઉ પેંડો ઉર્ફે શક્તિ અને પ્રકાશ લુણાગરિયાના કસ્ટોડિયલ ડેથ જેવી ઘટનામાં તપાસનીશ પોલીસ અધિકારી આર.જે. ચૌધરી કેટલીક સત્ય વિગતો છુપાવી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે, સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા માત્ર બેથી ત્રણ મિનિટ સુધી બંનેને એક વ્યક્તિ માર મારતી હોય તેવું જણાઈ આવે છે. જેમાં હમીર ઉર્ફે ગોપાલ દેવજી રાઠોડને 15 અને રાજુ ભગવાનજી સોલંકીને પ્લાસ્ટિકના 5 પાઈપ ફટકારવામાં આવ્યા હોય તેવું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. આ ઘટનામાં અન્ય કેટલાકની સંડોવણી હોવાનું પણ ચર્ચામાં છે ત્યારે એસીપી ચૌધરી કહે છે કે, માત્ર એએસઆઈ એક જ આ આખી ઘટના પાછળ જવાબદાર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.