કબરાઉ ગામે આવેલ આદર્શ નિવાસી શાળા માંથી ગુમ થયેલ સગી૨ વયના પાર્થ મકવાણા ને નવી દિલ્હી ખાતેથી શોધી કાઢતી પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ
ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના કબરાઉ ગામે આવેલ આદર્શ નિવાસી શાળા માંથી ગુમ થયેલ સગી૨ વયના પાર્થ મકવાણા ઉ.વ–૧૪ ને નવી દિલ્હી ખાતેથી શોધી કાઢતી પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ
ગઇ તારીખ ૦૬/૦3/૨૦૨૩ ના રોજ ભચાઉ પો.સ્ટે વિસ્તારના કબરાઉ ગામે આદર્શ નિવાશી શાળા માં ધો૨ણ-૦૯ માં અભ્યાસ કરતો વિધ્યાર્થી નામે પાર્થ જીગ્નેશભાઇ ઉર્ફે રૂપેશભાઇ મકવાણા ઉ.વ-૧૪ મુળ રહે.ભટપાળીયા વિસ્તાર,ભચાઉ ને અભ્યાસમાં રૂચી ન હોય શાળા માંથી કોઈ ને કહ્યા વગર જતો રહેલ આ પાર્થ મકવાણા મકવાણા સ્કુલમાં જોવામાં નહી આવતા સ્કુલ સંચાલકો એ તેના માતા પિતાને જાણ કરેલ જેથી તેના માતા પિતા દ્વારા સોધ ખોળનાં અંતે પાર્થ નહી મળતા ભચાઉ પો.સ્ટે જાણ કરતા ગુમ થના૨ પાર્થ ના પિતાની ફરીયાદ અધારે ભચાઉ પો.સ્ટે પાર્ટ-એ- ગુ.૨.ન-૦૦૯૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૯૩ મુજબનો ગુનો તા.૦૯/૦૩/૨૦૨૩ ના દાખલ કરવામાં આવેલ આ પાર્થ મકવાણા ને સોધવા પોલીસ સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને આ બનાવમાં સગીર વયનો બાળક ગુમ થયેલ હોય અને સવેદનશીલ હોય ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્રબગડીયા સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ સદરહુ ગુમ થનાર સગીરને તાત્કાલીક સોધી કાઢવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપતા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબની આગેવાનીમાં શ્રી સાગર સાભંડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ દ્વારા આ સગી૨વયના બાળક ને સોધવા ૧૧- ટીમો બનાવવામાં આવેલ તેમજ એલ.સી.બી તથા એસ.ઓ જી ની ટીમો ને ખાસ સુચનાઓ કરી કામે લગાડવામાં આવેલ ભચાઉ વિસ્તારમાં કોમ્બીંગ નુ આયોજન કરવામાં આવેલ તેમજ એક ટીમને રાજ્યના ધાર્મિક સ્થળો ઉપર તપાસ કરવા રવાના કરવામાં આવેલ. ગુમ થના૨ના ફોટા સાથેના પોસ્ટરો છપાવી જાહેર પ્રસિધ્ધિ કરવામાં આવેલ તેમજ રૂટ ઉપરના સી.સી.ટી.વી કેમેરા ચેક કરવામાં આવેલ અને ગુમ થના૨ના સગા સબંધી તથા સાથે અભ્યાસ કરતા બાળકો શિક્ષકો ની પુછ પરછ કરી તપાસ કરવામાં આવેલ હતી
સદરહુ ગુમ થના૨ની શોધવા તપાસ ચાલી રહેલ હતી તે દરમ્યાન તા.૨૩/03/૨૦૨૩ ના રોજ ગુમ થના૨ ના પિતાના મોબાઇલ નંબ૨ ઉ૫૨ એક મીસ્ડ કોલ આવેલ જે નંબર આધારે એલ.સી.બી/એસ.ઓ.જી ની ટીમ તથા એલ.સી.બી ની ટેકનીલક સર્વેલન્સ ની ટીમ દ્વારા તપાસ ક૨વામાં આવતા આ મિસ્ડ કોલ દિલ્હી થી આવેલ હોવાનુ જણાઈ આવેલ જેથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.ગડુ દ્વારા આવેલ ફોન નંબર ઉપર સંપર્ક ક૨વામાં આવતા આ દિલ્હી ખાતે ગુરૂવ્હારામાં સેવા કરતા એક વ્યક્તિ ના જણાઈ આવેલ અને ગુમ થના૨ પાર્થ મકવાણા બાબતે જણાવતા તેઓએ જણાવેલ કે આ બાળક અહી ગુરૂદ્વારામાં રાત્રે જમવા માટે
આવે છે અને રેનબસેરામાં સુઇ જાય છે. દિવશ દરમ્યાન આવતો નથી તેવી હકીકત જાણવા મળતા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબની સુચના થી શ્રી વી.આર.પટેલ પો.સબ.ઇન્સ એલ.સી.બી તથા એલ.સી.બી ની ટીમ ને તાત્કાલીક દિલ્હી રવાના કરવામાં આવેલ ને આ ટીમ કોઈ પણ સ્ટોપ વગર દિલ્હી ખાતે તાત્કાલીક પહોચી જઈ તપાસ કરી ૨૪ કલાક માં ગુમ થનાર પાર્થ મકવાણા ઉ.૫-૧૪ વાળો શ્રી બંગ્લા સાહીબ ગુરૂદ્વારા, અશોકડા રોડ, કનોટ પેલેરા નવી દિલ્હી ખાતેથી આજ રોજ શોધી કાઢી પરત ભચાઉ ખાતે લાવવામાં આવેલ છે.
આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાબડા ભચાઉ વિભાગ તથા શ્રી એમ.એમ. જાડેજા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.,થી એસ.એન.ગડું પોલીસ ઇન્સપેક્ટર એસ.ઓ.જી.,શી એ.બી.પટેલ પોલીસ ઇન્સપેક્ટર ભચાઉ પોલીસ સ્ટેશન, શ્રી એસ.એસ.વરૂ તથા શ્રી વી.આર. પટેલ પો.રા.તા.એલ.સી.બી તથા એલ.સી.બી/એસ.ઓ.જી ગ્રંથા ભચાઉ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.