રાજકોટ : નવરાત્રી મહોત્સવમાં પહોંચેલા કેજરીવાલ પર ટીખળખોરોએ પ્લાસ્ટિકની બોટલ ફેંકી - At This Time

રાજકોટ : નવરાત્રી મહોત્સવમાં પહોંચેલા કેજરીવાલ પર ટીખળખોરોએ પ્લાસ્ટિકની બોટલ ફેંકી


આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર ટીખળખોરોએ પ્લાસ્ટિકની બોટલ ફેંકી હતી. જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગરબાના તાલે ભાંગડા રમ્યા હતા. નવા 150 ફૂટ રિંગરોડ પર આવેલ ખોડલધામ રાસોત્સવમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા જ્યાં લેઉવા પટેલ સમાજના આગેવાનો એ તેમનું સ્વાગત કર્યું હતું. અહી બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી કેજરીવાલના સામૈયા કરાયા હતા.
કેજરીવાલ સાથે 'આપ'ના નેતા ઈશુદાન ગઢવી, રાજકોટના ઉમેદવાર શિવ લાલ ભાઈ બારસીયા, આપ આગેવાન અજીતભાઈ લોખીલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ નીલ સિટી ક્લબના કાર્યક્રમમાં ભગવંત માન ઉપસ્થિતિ રહ્યા હતા, તેમની સાથે આપના રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ હાજર રહ્યા હતા. દિલ્હી અને પંજાબ એમ બે - બે રાજ્યના મુખ્યમંત્રીઓ રાજકોટમાં હોય, પોલીસની દોડધામ વધી ગઇ હતી. ખોડલધામ રાસોત્સવ કાર્યક્ર્મમાં કેજરીવાલના આગમન વખતે ટીખળખોરે પાણીની છુટ્ટી બોટલ ફેંકી હતી. જોકે બોટલ કેજરીવાલના માથા પરથી પસાર થઈ ગઈ હતી. કોઈને વાગી નહોતી. ઘટના કેમેરામાં કેદ થઈ હતી. નોંધનીય છે કે, અરવિંદ કેજરવાલ યુવી ક્લબ દ્વારા યોજનાર નવરાત્રી મહોત્સવમાં પણ ઉપસ્થિત રહેવાના હતા. જોકે, છેલ્લી ઘડીએ કેજરીવાલને ત્યાં જવાનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો હતો કેજરીવાલે પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમાં નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં સહભાગી થયા છે અને તેઓ આજે પાટીદારો સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કરવા આવ્યા નથી પરંતુ નવરાત્રી માણવા આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.