રાજકોટ: હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ જવાન પ્રકાશ પારધીએ આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ:
રાજકોટ શહેરના પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ જવાન પ્રકાશ પારધીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ માહિતી મળતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. કોન્સ્ટેબલ પ્રકાશે શહેરના 80 ફૂટ રોડ પર આવેલ પોતાના ઘરે ઝેર પીધું હતું. જેથી પરિવારજનોએ તુરંત તેને સારવારમાં હોસ્પિટલમાં ખસેડયો છે. છેલ્લે મળેલી વિગત મુજબ હાલ પ્રકાશ સારવાર હેઠળ છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ કોન્સ્ટેબલ પ્રકાશની 2 મહિના પહેલા જ સગાઈ થઇ છે. પારિવારિક કારણોસર પગલું ભર્યાની ચર્ચા છે. પ્રકાશ માતા-પિતા સાથે જ થોરાળા વિસ્તારમાં રહે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.