રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે પબ્લિક ન્યૂઝ નાં એડિટર મનીષભાઈ શાહ પર હુમલો કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી, અન્ય ગુનેગારોને પકડવા માટેના ઓપરેશનને તેજ બનાવ્યું.
01/06/2024 ના રોજ દાણીલીમડા રિવરફ્રન્ટ પર બાબા લવ લવીની દરગાહ સામે પબ્લિક ન્યુઝના તંત્રી મનીષભાઈ શાહ પર કેટલાક અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.જેના કારણે મનીષભાઈ શાહને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ ગઈ કાલે એક દુઃખદ સમાચાર સામે આવ્યા. સાર્વજનિક અખબારના તંત્રી મનીષભાઈ શાહનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર બાદ અવસાન થયું હતું.આ દુઃખદ સમાચાર બહાર આવતાં પત્રકાર જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને પત્રકાર જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠ્યા હતા.
પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા હતાં,કારણ કે રાયખડ વિસ્તારમાંથી ચોરાયેલી બાળકી સુધી જે પોલીસ 24 કલાકમાં પહોંચી શકે છે,તો પબ્લિક ન્યુઝના તંત્રી મનીષભાઈ શાહનાં હુમલાખોરો સુધી 72 કલાક બાદ કેમ નાં પહોંચી શકી? આવા ઘણા બધા સવાલો મનીષભાઈ શાહનાં દુઃખદ અવસાન બાદ ઉભા થયા હતા.આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં પત્રકારો અને રિવરફ્રન્ટ પોલીસ વચ્ચે સવાલોનું ઘર્ષણ પણ થયું હતું.
પરંતુ આ અહેવાલ લખાય છે ત્યાં સુધી પબ્લિક ન્યુઝ એડિટર મનીષભાઈ શાહ પર હુમલો કરનાર ત્રણેય હુમલાખોરોની રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ધરપકડ કરી લીધી હોવાનું અને અન્ય હુમલાખોરોને પકડવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પબ્લિશ બાય: સૌરાંગ ઠક્કર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.