કોડીનાર નાં બાવાના પીપળવા ગામે કેવિકે દ્વારા ખેડુત દિવસ ની ઉજવણી કરવામાં આવી - At This Time

કોડીનાર નાં બાવાના પીપળવા ગામે કેવિકે દ્વારા ખેડુત દિવસ ની ઉજવણી કરવામાં આવી


આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે.23 મી ડિસેમ્બર ને કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે છેલ્લા ઘણા વર્ષો થી ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળ્યા છે અને તેના માટે તેઓ ખાસ ટ્રેનિંગ પણ લેતા હોય છે જો કે હવે ખેડૂતો માં મહિલા ખેડૂતો એ પણ પોતાની આગવી ઓળખ બનાવી છે મહિલાઓ પણ હવે ખેતી માટે ખાસ તાલીમ લેતી થઈ ગઈ છે જેના કારણે તેઓના જીવન ધોરણ માં તો સુધારો આવ્યો જ છે પરંતુ તેમણે પોતાના પરિવાર ને પણ આર્થિક સધ્ધર બનાવ્યા છે
દેશમાં ચૌધરી ચરણ સિંહની જયંતી નિમિત્તે દર વર્ષે 23 ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે કોડીનાર ના બાવાના પીપળવા નાં ગામે ખેડૂત દીવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિષ્ય નિષ્ણાત પૂજા બેન નકુમ મનીષ ભાઈ બલદાણીયા તેમજ સતિષભાઈ હડીયલ અને હંસાબેન પટેલ દ્વારા ખાસ હાજરી આપવામાં આવી હતી અને આ નિષ્ણાતો દ્વારા ગામના ખેડૂતોને ખેતી વિશે સમજણ આપી માહિતગાર કર્યા હતા ખેડૂતોના છેલ્લા કેટલાક વર્ષો માં ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળ્યા છે.એમાં મહિલા ખેડૂતો નો પણ સમાવેશ થાય છે ગીર સોમનાથ જિલ્લા ની અંદર ખેતીકામ સાથે જોડાયેલ મહિલાઓ ને આધુનિક રીતે કઈ રીતે ખેતી કરાય અને તેમાંથી સારી કમાણી કઈ રીતે કરી શકાય તેની પધ્ધતિસર ની તાલીમ કૃષિ કેન્દ્ર ખાતે આપવામાં આવે છે કૃષિ કેન્દ્ર ખાતે ફરજ બજાવતા પૂજા બેન નકુમ દ્વારા અખબારી યાદી માં જણાવ્યું હતું

રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર
9824884786
9724884786


+919824884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.