21 જુલાઇ સુધી રાજકોટનું પશુપાલન તંત્ર કહેતું હતું બધું સલામત છે, 22મીએ PM કરાતા ગાયનું મોત લમ્પી વાયરસના કારણે થયાનો ઘટસ્ફોટ - At This Time

21 જુલાઇ સુધી રાજકોટનું પશુપાલન તંત્ર કહેતું હતું બધું સલામત છે, 22મીએ PM કરાતા ગાયનું મોત લમ્પી વાયરસના કારણે થયાનો ઘટસ્ફોટ


સરકારી અધિકારીઓ વાઇરસના આંકડા છુપાવવામાં જ વ્યસ્ત, માલધારીઓ કહે છે, મહામારી જાહેર કરો.

સૌરાષ્ટ્ર-કચ્છમાં દુધાળા પશુઓમાં ખાસ કરીને ગાયમાં લમ્પી સ્કિન ડિસીઝ (એલ.એસ.ડી.)વાઇરસ ફેલાતા અત્યાર સુધીમાં 144થી વધુ પશુના સત્તાવાર મૃત્યુ નીપજ્યા ત્યાં સુધી રાજકોટ શહેર અને જિલ્લામાં લમ્પીથી એક પણ ગાયનું મોત ન હોવાનું કહી ‘સબ ખૈરિયત’ની ગુહાર લગાવનારા રાજકોટ જિલ્લા પશુપાલન તંત્રએ 22મી જુલાઇએ પ્રથમ કિસ્સામાં મૃતક ગાયનું પોસ્ટમોર્ટમ કરતા ગાયનું લમ્પીથી જ મોત થયાનો ઘટસ્ફોટ થયો છે. માલધારીઓ ત્રણ દિવસ પહેલા 14 ગાયનાં મોત થયાના આક્ષેપો કરી રહ્યા હતા, ત્યારે પશુપાલન તંત્રએ આજે રાજકોટમાં એક ગાયનું લમ્પીને કારણે સત્તાવાર મોત થયાનું જાહેર કર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.