તસ્કરોનો તરખાટ: અલગ અલગ જગ્યાએથી ત્રણ બાઇકની ચોરી
શહેરમાં ત્રણ મોટરસાઈકલોની ઉઠાંતરી થતાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા તસ્કરો શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ બાઈકની ઉઠાંતરી કરી નાસી છૂટ્યા હતા. પદ્યુમનનગર પોલીસે તસ્કરોને પકડવા તજવીજ હાથ ધરી છે.ચોરીના બનાવ અંગે પેડક રોડ પર પ્રજાપતિનગર શેરી નં-3 માં રહેતાં રાજાભાઈ વાલજીભાઈ સોલંકી ડ્રાઈવિંગ કામ કરે છે. ગત 26 જાન્યુઆરીના રોજ તેઓ રાજકોટ ગેબનશાહપીરની દરગાહ ખાતે ઉર્ષમાં ગયાં હતાં. ત્યારે પોતાની બાઈક રેલ્વે કોઠી કંપાઉન્ડના ગેટની બહાર ફૂટપારી પાસે પાર્ક કરી હતી. ઉર્ષમાંથી પરત આવતાં બાઈક પાર્ક કરેલ સ્થળે જોવા ન મળતાં શોધખોળ કરતા મળી ન હતી અંતે બાઇક ચોરી થયાનું માલૂમ પડયું હતું. બનાવ સંદર્ભે પ્રદ્યુમનનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં કેસરીપૂલ પાસે માણાવદર ટ્રાન્સપોર્ટ સામે રહેતાં ગુલામહુસેન નજીબીન જાફાઈ પાનની દુકાન ચલાવે છે. 26 જાન્યુઆરીના રોજ તેનો ભત્રીજો સમીર ફારુક દહેલુસ રાજકોટ ગેબનશાહપીરની દરગાહ ખાતે ઉર્ષમાં બાઈક લઈ ગયો હતો. જ્યાં રેલ્વે કોઠી કમ્પાઉન્ડના ગેટ પાસે પાર્ક કરી હતી. ઉર્ષમાંથી પરત આવતાં પાર્ક કરેલ સ્થળે બાઇક ન મળતા અંતે બાઇક ચોરી થયાની બહાર આવ્યું હતું.
જ્યારે ત્રીજા બનાવમાં ભવાનીનગર શેરી નં-7 રામનાથપરા મંદિર પાસે રહેતાં રાજુભાઈ મંગાભાઈ પરમાર મજૂરી કામ કરે છે. ગઈ કાલે તેમનાં પિતરાઈ ભાઈના પત્નિ દિવ્યાબેનની બીમારી સબબ સારવાર ચાલુ હોય માટે ટિફિન લઈ સીવિલ હોસ્પીટલમાં ગયા હતા જ્યાં બાઇક મેડિસીન વોર્ડ નં-11ની સામે પાર્કિંગ કર્યુ હતું.
જે જગ્યાએ બાઈક લેવાં જતા ન મળતા બાઈક ચોરી થયાનું માલુમ પડ્યું હતું. ત્રણેય બાઈક ચોરીના બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસે ગુન્હો નોંધી તસ્કરોને પકડવા તજવીજ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.