બંધ થયેલ ખાનગી શાળામાં અભ્યાસ કરતાં આર.ટી.ઈ.નાં લાભાર્થી વિદ્યાર્થીઓને નજીકની ખાનગી શાળામાં આર.ટી.ઈ.જોગવાઈ મુજબ ટ્રાન્સફર મેળવવા તા.૦૪ ઓક્ટોબરનાં રોજ કેમ્પનું આયોજન - At This Time

બંધ થયેલ ખાનગી શાળામાં અભ્યાસ કરતાં આર.ટી.ઈ.નાં લાભાર્થી વિદ્યાર્થીઓને નજીકની ખાનગી શાળામાં આર.ટી.ઈ.જોગવાઈ મુજબ ટ્રાન્સફર મેળવવા તા.૦૪ ઓક્ટોબરનાં રોજ કેમ્પનું આયોજન


જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી, બોટાદના કાર્યક્ષેત્રમાં આવતી ખાનગી શાળાઓ સંખ્યાના અભાવે માહે- ઓગસ્ટ ૨૦૨૨માં બંધ થતાં તે શાળાઓમાં અભ્યાસ કરતા આર.ટી.ઈ અંતર્ગત વિદ્યાર્થીઓને આર.ટી.ઈ.એક્ટ- ૨૦૦૯ની જોગવાઈ મુજબ નજીકની શાળામાં સમાવવા અંગેની પ્રક્રિયા હાથ ધરવા કચેરી દ્વારા જે તે ખાનગી શાળા તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી મારફત વિદ્યાર્થીઓ તથા વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે આમ છતાં જો કોઈ લાભાર્થી જાણ બહાર રહેવા પામ્યો હોય તો તે જરૂરી આધાર પુરાવા જેવા કે પ્રવેશ રસીદ, આવકનો દાખલો, રહેઠાણ પુરાવો, જાતિનો દાખલો વગેરે સાથે તા.૦૪/૧૦/૨૦૨૨નાં રોજ બપોરે ૧૨-૦૦ કલાકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે હાજર રહી પ્રવેશ મેળવી શકાશે. કેમ્પમાં ગેરહાજર રહેનાર લાભાર્થી પ્રવેશ મેળવવા ઈચ્છતા નથી તેમ સમજી એકતરફી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તથા આ બાબતે ભવિષ્યમાં કોઈ હકદાવો રહેશે નહિ તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી બોટાદની અખબારી યાદીમા જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.