શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા 124 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી - At This Time

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા 124 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી


શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા 124 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી 

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા 124 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી
સ્વ. નાનાલાલ ભવાનભાઈની સ્મૃતિમાં શ્રી જયંતભાઈ વાનાનીની ઉપસ્થિતિમાં 454 અને 455 મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તારીખ.27 જાન્યુઆરીનાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 124દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. શિવપ્રતાપસિંહ રાઠોરની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ. મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાતમંદ 37 દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના 30 સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા.દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ 1968 થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી...

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.