ચૂંટણીને ધ્યાને લઈ શાંતિ અને સુરક્ષા ભંગ બદલ 821 સામે ગુનો નોંધાયો, 29 આરોપીને પાસા હેઠળ ધકેલાયા - At This Time

ચૂંટણીને ધ્યાને લઈ શાંતિ અને સુરક્ષા ભંગ બદલ 821 સામે ગુનો નોંધાયો, 29 આરોપીને પાસા હેઠળ ધકેલાયા


વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા એક અઠવાડિયામાં કાર્યવાહી હાથ ધરી છે. જેમાં શાંતિ અને સુરક્ષા ભંગ બદલ છેલ્લા એક અઠવાડિયામાં 821 લોકો સામે IPC કલમ 107 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે વારંવાર ગુનો આચરતા 133 સામે IPC કલમ 109 મુજબ અને 4556 સામે IPC કલમ 110 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હદપાર કરી તડીપાર કરાયેલા 75 સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 29 આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ગેરકાયદેસર હથિયાર સાથે 2 શખ્સને પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે પ્રોહિબિશન હેઠળ 202 કેસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.