રાજકોટ : ઠંડીમાં વધારો થતા શાળાઓમાં સવારે એક કલાક સમય મોડો કરવાની છૂટછાટ
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ઠંડી વધી રહી છે. આજરોજ રાજકોટમાં વહેલી સવારે આ સીઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. શહેરમાં આજે 7.3નું તાપમાન નોંધાયું છે. જેના કારણે જીલ્લા શિક્ષણ અધિકારીએ મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં વધતી જતી ઠંડીના કારણે બાળકો માટે સારા સમાચાર છે. સંચાલકોને શાળાનો સમય એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે. જીલ્લાની તમામ શાળાઓને a નિયમ લાગુ પડશે. રાજ્યમાં આગામી 48 કલાક માટે કોલ્ડ વેવની ચેતવણી આપવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.