ભાવનગર,વરતેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇ.પી.કો.કલમઃ-૩૬૩,૩૬૬ મુજબનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ,પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ. વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોવાથી સખત સુચના આપવામાં આવેલ.
ગઇકાલ તા.૧૦/૧૦/૨૦૨૨નાં રોજ *એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફને બાતમીરાહે હકિકત મળી આવેલ કે*, વરતેજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૨૦૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમઃ-૩૬૩,૩૬૬ મુજબનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી પંકજભાઇ રણજીતભાઇ પટેલ રહે.નાની ખજુરી તા.દેવગઢ બારીયા જી.દાહોદવાળો હાલ-પાલડી,અમદાવાદ ખાતે હાજર છે.જે હકિકત આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફે અમદાવાદ ખાતે જઇ તપાસ કરતાં *નાસતાં-ફરતાં આરોપી પંકજભાઇ રણજીતભાઇ પટેલ ઉ.વ.૨૧ રહે.નાની ખજુરી તા.દેવગઢ બારીયા જી.દાહોદવાળો હાલ-પાલડી,અમદાવાદ*વાળો હાજર મળી આવતાં તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા સ્ટાફનાં હરેશભાઇ ઉલ્વા, જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા, સંજયસિંહ ઝાલા, હરિચંદ્દસિંહ ગોહિલ (ટેકનીકલ સેલ), મહેશભાઇ કુવાડિયા રિપોર્ટઅશોકભાઈઢીલાં શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.