ભાવનગર,શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

ભાવનગર,શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ,પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ. વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોવાથી સખત સુચના આપવામાં આવેલ.

ગઇકાલ તા.૧૦/૧૦/૨૦૨૨નાં રોજ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફને બાતમીરાહે હકિકત મળી આવેલ કે, શિહોર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૭૨૨૦૪૫૪/૨૦૨૨ પ્રોહી. એક્ટ કલમઃ-૬૫એ એ,૧૧૬ બી,૮૧,૯૮(૨) મુજબનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ચીરાગભાઇ જેઠાભાઇ ભાટીયા રહે.શિહોર જી.ભાવનગરવાળો હાલ-અમદાવાદ,સીલજ ખાતે C.K.G. કાફેમા સીક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.જે બાતમી આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફે અમદાવાદ ખાતે જઇ તપાસ કરતાં *નાસતાં-ફરતાં આરોપી ચીરાગભાઇ જેઠાભાઇ ભાટીયા ઉ.વ.૩૬ રહે.બસ સ્ટેન્ડ ઢાળમાં,શિહોર જી.ભાવનગર હાલ-CKG કાફેમાં,સીલજ જી.અમદાવાદ*વાળો હાજર મળી આવતાં તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા સ્ટાફનાં હરેશભાઇ ઉલ્વા, જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા, હરિચંદ્દસિંહ ગોહિલ, મહેશભાઇ કુવાડિયાવગેરે જોડાયાં હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon