"પાંડવોએ આ વૃક્ષ પર હથિયારો રાખ્યા હતા " - At This Time

“પાંડવોએ આ વૃક્ષ પર હથિયારો રાખ્યા હતા “


બરવાળા તાલુકાના ચોકડી ગામે ગ્રામજનો દ્વારા વિજયા દશમીના દિવસે ખીજડા પૂજન કરવામાં આવે છે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન પોતાના શસ્ત્રો અને હથિયારો ખીજડા ઉપર મૂક્યા હતા અને વિજયા દશમીના દિવસે શસ્ત્રો અને હથિયારો ખીજડા ઉપરથી ઉતાર્યા હતા. ત્યારથી વિજયા દશમીના દિવસે શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે
આથી ચોકડી ગામના લોકો સો વર્ષોથી વિજયા દશમીના દિવસે ખીજડા અને સસ્તોનું પૂજન સમસ્ત ગ્રામજનો સાથે જોડાઈને પૂજન કરે છે
આજ તો ૧૦૦ વર્ષ પેહલા એક સંત જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનાં બીલખા ગામે થી પરમ પૂજ્ય સંત શ્રી લક્ષ્મણ બાપુ આવેલા ત્યાં ખીજડા ના ચાયડે ઉતરેલા ત્યાર થી ચોકડી ગામના લોકો એ ગુરુ બનાવ્યા હતા ત્યાર બાદ બાપુ એ આદેશ કર્યો કે દશેરાના દિવસે આયા સમી પૂજન કરવું ત્યાર થી બાપુ ના આદેશ મુજબ ત્યાં આગળ પૂજન કરવામાં આવે છે.

રિપોર્ટર:ચિંતન વાગડિયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.