રામનાથ મહાદેવ મંદિરના જિર્ણોદ્ધાર અને આજી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે પ્રથમ ફેઝ માટે 187 કરોડ મંજૂર કર્યા - At This Time

રામનાથ મહાદેવ મંદિરના જિર્ણોદ્ધાર અને આજી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે પ્રથમ ફેઝ માટે 187 કરોડ મંજૂર કર્યા


રાજકોટની આજી નદી કાંઠે બિરાજતા સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરના જિર્ણોદ્ધાર અને આજી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના પ્રથમ ફેઝ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજકોટ મહાપાલિકાને રૂ.187 કરોડની ફાળવણી મંજૂર કરી છે. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ મીડિયાને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ઉપરોક્ત પ્રોજેક્ટના ટેન્ડર દિવાળી પહેલા પ્રસિદ્ધ થઇ જશે. મેયરના ડ્રિમ પ્રોજેક્ટ માટે રૂ.187 કરોડની ફાળવણી મંજૂર કરવા સાથે તે પેટેના રૂ.49 કરોડની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો પણ રિલીઝ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.