‘તારા ભાઈને કહી દેજે કે મારી જમીનની મેટરમાંથી નીકળી જાય’ કહીં ડિસ કનેક્શનના ધંધાર્થી પર હુમલો
માયાણી ચોક પાસે જમીનના ડખ્ખામાં ડિસ કનેક્શનના ધંધાર્થી પર ત્રણ શખસોએ હુમલો કરી ધમકી આપતાં માલવીયનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે વિરલ સોસાયટી શેરી નં.1 માં રહેતાં ચંદ્રસિંહ હરિસિંહ પઢિયાર (ઉ.વ. 48) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અભિષેક તલાટીયા, યોગીરાજ તલાટીયા અને એક અજાણ્યાં શખ્સનું નામ આપ્યું હતું.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, હું ડીસ કનેક્શનનું કામ કરું છું. ગઇ કાલે રાત્રિના સાડા દશેક વાગ્યાની આસપાસ માયાણી ચોક પાસે તેને ભાડે આપેલ મીરા પાનની દુકાને બહાર મિત્ર ધર્મેન્દ્રભાઈ કાપડી સાથે બેસેલ હતો. દરમિયાન દુકાન પાસે એક સિલ્વર કલરની સ્વીફ્ટ કાર આવેલ અને તે કારમાંથી અભિષેક તલાટીયા અને એક અજાણ્યો શખ્સ ઉતરેલ અને તે મારા કાકાના દીકરા વિજયસિંહ પઢિયારનું નામ લઇ ગાળો આપવા લાગેલ અને ધમકી આપવા લાગેલ કે, તું તારા ભાઈ વિજય પઢીયારને કહી દેજે કે તે મારી જમીનની મેટરમાંથી નીકળી જાય નહીં તો તને અને તારા ભાઈ વિજય પઢીયારને જાનથી મારી નાખીશું કહી તે કાર પાસે જતા રહેલ હતાં.
થોડીવાર બાદ કારમાંથી યોગીરાજ તલાટીયા ઉતરેલ અને પાનની દુકાન ધરાવતાં મહેશભાઈને ધક્કો મારીને નીચે પછાડી દીધેલ અને ત્રણેય શખસોએ ટોર્ચથી અને ઢીકાપાટુનો બેફામ મારમાર્યો હતો. બાદમાં આરોપીઓ કારમાં નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્તોને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બનાવ અંગે માલવીયનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.