ભાવનગર રેલ્વે ડિવિઝન પર સતર્કતા જાગરૂકતાના ત્રણ મહિનાના અભિયાન અંતર્ગત “સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું
ભાવનગર રેલ્વે ડિવિઝન પર "સતર્કતા જાગરૂકતા"ના ત્રણ મહિનાના અભિયાન અંતર્ગત "સેમિનાર"નું આયોજન કરવામાં આવ્યુંપશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝનમાં ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારના નિર્દેશન હેઠળ 16 ઓગસ્ટ, 2023 થી 15 નવેમ્બર, 2023 દરમિયાન કાર્મિક વિભાગ દ્વારા ત્રણ મહિનાના તકેદારી ઝુંબેશ-2023ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મંડળ કચેરી ભાવનગર પરા ના કોન્ફરન્સ રૂમમાં “વિવિધ વિભાગોના કેસ સ્ટડી સહિત તકેદારી પ્રવૃત્તિઓનું અવલોકન” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં શ્રી મનીષ કુમાર, Dy. CVO (E) – CCG એ અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ સેમિનારમાં ભાગ લેવા માટે ડિવિઝનલ ઓફિસના તમામ વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં 118 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો. આ સેમિનારની અધ્યક્ષતા ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે કરી હતી. વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી અમરસિંહ સાગરના માર્ગદર્શન મુજબ સતર્કતા જાગરૂકતા સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા પણ હાજર હતા.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.