73 વર્ષના નીતિશ કુમાર 73 વર્ષના મોદીને પગે પડ્યા:મોદીએ હાથ પકડીને રોક્યા; નીતિશે કહ્યું- હું હંમેશા સાથે રહીશ, સ્પીચ બાદ ચિરાગ પાસવાનને મોદીએ ગળે લગાવ્યા - At This Time

73 વર્ષના નીતિશ કુમાર 73 વર્ષના મોદીને પગે પડ્યા:મોદીએ હાથ પકડીને રોક્યા; નીતિશે કહ્યું- હું હંમેશા સાથે રહીશ, સ્પીચ બાદ ચિરાગ પાસવાનને મોદીએ ગળે લગાવ્યા


દિલ્હીમાં શુક્રવારે NDAની બેઠક યોજાઈ હતી. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદ દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. આ બેઠક બે કલાકથી વધારે ચાલી હતી. ગઠબંધનના 13 નેતાઓએ ભાષણ આપ્યું હતું, પરંતુ હાલ નીતિશના ભાષણ અને એમના એક વાઇરલ વીડિયોની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. ત્યાંજ ચિરાગ પાસવાન જ્યારે ભાષણ આપી મોદી પાસે પહોંચ્યા તો PM એ એમને ગળે લગાવ્યા હતા. જોકે નીતિશ ભાષણ આપ્યા પછી જ્યારે મંચ તરફ આવ્યા ત્યારે એમણે PMના પગ સ્પર્શ કરવાની કોશિશ કરી હતી. નીતિશકુમાર જેવા જ પગ સ્પર્શ કરવા ગયા કે તુરંત જ મોદીએ એમના બંને હાથ પકડી લીધી હતા. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ હતી. નીતિશે માથું નમાવીને અભિવાદન કર્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. 3 તસવીરોમાં જુઓ મોમેન્ટ્સ... નીતિશે કહ્યું- અમે લોકો દરેક રીતે તેમની સાથે રહીશું આ પહેલા નીતિશે દિલ્હીમાં JDUના સંસદીય દળની બેઠક બોલાવી હતી. તમામ ચૂંટાયેલા સાંસદોએ આમાં ભાગ લીધો છે. આ બેઠક લગભગ 1 કલાક સુધી ચાલી હતી. ચિરાગે કહ્યું- મેં એ ઘરમાં દીવો પ્રગટાવ્યો, જ્યાં સદીઓથી અંધકાર હતો
ચિરાગ પાસવાને કહ્યું, 'હું પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવું છું. તમારા કારણે એનડીએને જંગી જીત મળી છે. આ જીત તમારી ઈચ્છા શક્તિને કારણે થઈ છે. આ કોઈ સામાન્ય બાબત નથી. વિસ્તારમાં તમારા નામે જે ઉત્સાહ જોવા મળે છે તે ગર્વની વાત છે. તમારા કારણે જ અમે વિશ્વને જણાવવામાં સફળ થયા છીએ કે અમે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, 'મારી પાર્ટી એલજેપી (રામ વિલાસ) વતી રક્ષા મંત્રી રાજનાથ સિંહ તરફથી જે પ્રસ્તાવ આવ્યો છે તેમાં હું NDA સંસદીય દળના નેતા પદ માટે નરેન્દ્ર મોદીના નામનું સમર્થન કરું છું.'
વહેલી સવારે ચિરાગે પોતાના 5 સાંસદો સાથે બેઠક પણ કરી હતી જેમાં ચિરાગને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. માંઝીએ પણ પીએમ તરીકે મોદીનું સમર્થન કર્યું
NDA સંસદીય દળની બેઠકમાં HAM(S)ના સ્થાપક જીતન રામ માંઝીએ NDA સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને નામાંકિત કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. માંઝીએ કહ્યું કે હું મોદીજીના નામનું સમર્થન કરું છું, જે માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના પ્રખ્યાત નેતા છે. અમે એ જ પરિવારના છીએ જેમના દશરથ માંઝીએ 24 વર્ષ સુધી હથોડી અને છીણીથી પર્વતને કાપી નાખ્યો. અમે સતત મોદીજી સાથે રહીશું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.