ધંધુકામાં અનુસુચિત જાતિના સ્મશાન માટે જમીન ફાળવવામાં જિલ્લા કલેકટર નો પ્રાંત ઓફિસરને આદેશ. - At This Time

ધંધુકામાં અનુસુચિત જાતિના સ્મશાન માટે જમીન ફાળવવામાં જિલ્લા કલેકટર નો પ્રાંત ઓફિસરને આદેશ.


અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં અનુસુચિત જાતિના સ્મશાન માટે જમીન ફાળવવામાં જિલ્લા કલેકટર નો પ્રાંત ઓફિસરને આદેશ.
15 થી 20 દિવસ માં વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી જમીન ફાળવવા પ્રાંત ઓફિસરે હૈયા ધારણ આપી.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ દ્વારા અમદાવાદ કલેક્ટર પાસે અનુસૂચિત જાતિના સ્મશાન માટે જમીનની ફાળવણી કરવા માંગણી કરાઈ હતી જે સબબ અમદાવાદ કલેક્ટર દ્વારા ધંધુકા પ્રાંત ઓફિસર ને સદરહુ બાબતે ઘટતું કરવાના આદેશો અપાયા હતા જેને લઈને ધંધુકા પ્રાંત ઓફિસર દ્વારા 15 થી 20 દિવસમાં આ અંગે ઘટતું કરવાની હૈયા ધારણ આપી હોવાના અહેવાલો મળ્યા છે ધંધુકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ધંધુકા તાલુકા પ્રભારી દિલીપભાઈ મકવાણા તથા સંજયભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અનુસૂચિત જાતિના સ્મશાનની માંગણીને લઈને કલેક્ટર સાહેબને અચોક્કસ મુદતના ધરણા કરવાની ચીમકી આપી હતી.તે ચીમકીના અનુસંધાને કલેક્ટર સાહેબ દ્વારા ધરણા કરતા પહેલા રોકી આ તમામ મુદ્દાઓ વિશે મિટિંગ કરવા જણાવતા ધરણા રોકી મિટિંગ કરવામાં આવી હતી.આ મિટિંગમા ધંધુકા શહેરમાં આવેલ અનુસૂચિત જાતિના સ્મશાનની જમીન પૂરતી ના હોય 5 એકર વધારાની જમીનની માંગણી આજથી દોઢ વર્ષ પૂર્વે કરાઈ હતી તેનું આજ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યા નથી તેમજ અનુસૂચિત જાતિના સ્મશાનનો સુનિચ્છીત નકશોના હોવાથી વારંવાર સમસ્યાનો સામનો કરવાનો રહે છે તથા અનુસૂચિત જાતિના સ્મશાનને સુવિધાજનક બનાવવામા આવે તેવા તમામ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરતા કલેક્ટર સાહેબશ્રીએ ધંધુકા પ્રાંત સાહેબને આ બાબતે આદેશ કરવામાં આવ્યો હતો કે આ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે લાવવામાં આવે તેથી ધંધુકા પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, ધંધુકા નગરપાલિકાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી.આ સમીક્ષા બેઠકમાં ધંધુકા પ્રાંત સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ મુદ્દાઓનું નિરાકરણ આશરે 15 થી 20 દિવસમા સ્થળ તપાસણી, જમીન માપણી વગેરે કરી સમસ્યાનું સમાધાન કરવામાં આવશે. ધંધુકા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના લોકો અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ધંધુકા ટીમના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.