આર કે એસ કે પ્રોગ્રામ અંતર્ગત જુના કટારીયા પી.એચ.સી ખાતે પિયર એજ્યુકેટરને તાલીમ આપવામાં આવી તેમજ પ્રોત્સાહિત ગિફ્ટ નું વિતરણ કરવામાં આવ્યું
ભચાઉ તાલુકાના જુના કટારીયા પી.એચ.સી માં તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો. નારાયણ સિંહ સાહેબ તેમજ જુના કટારીયા ના મેડીકલ ઓફીસર ડૉ . રવિ સાહેબ તેમજડો.ભુમિકાબેન ના માર્ગદર્શન હેઠળ પિયર એજ્યુકેટર તાલીમ આપવાનુ આયોજન કરવામાં આવ્યુ જેમા એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર પાતર કિરેન પિયર એજ્યુકેટર ને સમતોલ આહાર વિષે તેમજ પિયર એજ્યુકેટર ની ભુમિકા પિયર એજ્યુકેટરના કૌશલ્ય તેમજ પર્સનલકેર અને ૧૦ થી ૧૯ વર્ષની અવસ્થા દરમિયાન શારિરીક, માનસિક, ભાવાત્મક અને સામાજીક ફેરફારો વિષે વિસ્તૃત માહિતી આપી તેમજ ડૉ . રવિ સાહેબ તેમજ ડો ભુમિકા બેન દ્વારા IFA ગોળી,રસીકરણ ટી.ડી ની રસી ૧૦ થી ૧૬ વર્ષે મુકાવવા માટે કિશોર-કિશોરીઓને જાગૃત કરવા માટે સમજણ આપી તેમજ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર મંજુલાબેનદ્રારા કિશોર-કિશોરીઓને બી.એમ.આઇ વિષે તેમજ દર મહિને યોજાતા મમતા તરૂણી સેશનમાં H.B ની તપાસ વિષે આલબેન્ડાઝોલનુ મહત્વ,લીલાપાંદળા વાળા શાકભાજીના ફાયદા અંગે માહીતી આપી તેમજ પીએચસી સુપરવાઇઝર વિપુલભાઈ વાઘેલા તેમજ મ. પ.હે વર્કર ચેતનભાઇ રાજુભાઈ દ્વારા વાહક જન્ય રોગો વિશે માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટરને ગેમ રમાડવા માં આવી હતી. અને પિયર એજ્યુકેટરને પ્રોત્સાહિત ગિફ્ટ સ્વરૂપે ટિફિન, બેગ , મગ કપ, દિવાલ ઘડિયાળ, કેલેન્ડર અને ફોલ્ડર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પી.એચ.સી. સ્ટાફ આશા ફેસીલેટર તેમજ આશા બહેનો હાજર રહ્યા હતાં અને બધાને બપોર નુ ભોજન પણ આપવામા આવ્યુ હતું.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.