GSTR-1 ફાઇલ મોડું કરવામાં સરકારનું કાંઈ નુકસાન જતું નથી તો 8 દિવસની મુદત વધારવી જોઈએ; રાજકોટ ચેમ્બર - At This Time

GSTR-1 ફાઇલ મોડું કરવામાં સરકારનું કાંઈ નુકસાન જતું નથી તો 8 દિવસની મુદત વધારવી જોઈએ; રાજકોટ ચેમ્બર


રાજકોટ ચેમ્બરે જીએસટીના કાયદામાં ફેરફાર કરવા માટે કાઉન્સિલને રજૂઆત કરી.

જીએસટીઆરના કાયદામાં વેપારીઓને પડતી મુશ્કેલીને ધ્યાને લઈ ફેરફાર કરવા માટે રાજકોટ ચેમ્બરે જીએસટી કાઉન્સિલને પોતાના સૂચનો રજૂ કર્યા છે. ફેબ્રુઆરીમાં બજેટ રજૂ થશે. ત્યારે વેપારીઓના પ્રશ્ન હલ થાય અને મુશ્કેલી દૂર થાય એ હેતુથી રાજકોટ ચેમ્બરે નાણામંત્રીને પોતાના સૂચનો રજૂ કર્યા છે જેમાં જણાવ્યું છે કે, સમગ્ર જીએસટી પ્રક્રિયામાં ઘણા બધા વેચનાર અને ખરીદનાર બંને સંકળાયેલા હોઈ છે.

જો કોઈ પણ ગેરરીતિ આચરે તો છેલ્લો વ્યવહાર કરનારાને ભોગ બનવું પડે છે નિયમ મુજબ આઇટીસી ભરી હોવા છતાં તેને રિવર્સ કરવાની ફરજ પાડવામાં આવે છે. જીએસટી એક્ટમાં ટેક્સ પેયરની સલામતી માટે યોગ્ય અને ચુસ્ત નિયમો કરવા જરૂરી છે. જીએસટીઆર 1 ફાઇલ કરવાની અંતિમ મુદત 11 તારીખ નક્કી કરાઈ છે જેમાં સરકારને કોઈ નાણાકીય નુકસાન જતું નથી સરકારે આ મુદત વધારીને 19 રાખવી જોઈએ. આ સહિત કુલ 10 મુદ્દે રજૂઆત કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.