માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવિનીકરણ કરાશે, ચૂંટણીને ધ્યાને રાખી મ્યુનિ. કમિશનરે સૂચવેલ 17 કરોડનો કરબોજ સ્ટેન્ડિંગે ફગાવ્યો
સિનિયર સીટીઝનો, થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને સિટીબસ- BRTSમાં આજથી નિઃશુલ્ક મુસાફરી કરાવાશે
રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2024-25નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેનો અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે 2843.51 કરોડનું બજેટ મંજૂર કરવમાં આવ્યું છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મનપા કમિશનર દ્વારા 17.77 કરોડનો કરબોજ જનતા પર મૂકવામા આવ્યો હતો જેને ફગાવી દઈ કરબોજમુક્ત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં પ્રથમ વખત ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને ગ્રાન્ટ રૂ.15 લાખ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટમાં હવે નવો સાઉથ ઝોન બનાવવાની પણ જાહેરાત કરાઇ છે. તેમજ માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું પણ નવિનીકરણ કરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.