રાજકોટ કોર્પોરેશન દ્વારા 3.96 લાખ કરદાતાઓને વોટ્સએપથી વેરા બીલ મોકલાયા - At This Time

રાજકોટ કોર્પોરેશન દ્વારા 3.96 લાખ કરદાતાઓને વોટ્સએપથી વેરા બીલ મોકલાયા


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર મહાનગરપાલિકાની 175 થી વધારે સેવાઓને આરએમસી ઓન વોટ્સએપ નામના પ્રોજેક્ટ વડે +91 95123 01973 નંબર પરથી વોટ્સએપ પર આપવાનું ફેબ્રુઆરી થી શરૂ કરવામાં આવી છે. આ સેવાઓનો લોકો દ્વારા કરવામાં આવતો ઉપયોગ અને મહાનગરપાલિકા દ્વારા સેવાઓનું કરવામાં આવેલ વિસ્તરણ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું.
આ સેવાનો નાગરિકો જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર માટે-4546, બજેટ સબંધી માહિતી માટે-259, જુદા જુદા વિભાગ સબંધી ફરિયાદ નોંધણી માટે-7135, સંપર્ક સૂચિકા માટે-969, જુદા જુદા પ્રકારના ફોર્મ ડાઉનલોડ કરવા માટે-5337, ચૂંટાયેલા મહાનગરપાલિકાના પદાધિકારીઓ માટે-340, મહાનગરપાલિકા સબંધી જુદી જુદી માહિતી માટે-691, સંસ્થા લગત માહિતી માટે-624, અન્ય સેવાઓ માટે-12890, વ્યાવસાય વેરા માટે-3255, મિલકત વેરા માટે-33615, પાણીના ચાર્જ માટે-4165, સ્ટાફ ભરતી સંબંધી માહિતી માટે-2627 રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાની માહિતી માટે-614, મહાનગરપાલિકાના જુદા જુદા સ્પોર્ટ્સ સંકુલો માટે-2156, ટાઉન પ્લાનીંગ સંબંધી કામગીરી માટે-1455 મળી આ સેવા શરુ થયાથી આજદિન સુધીમાં કુલ અંદાજે 82,000 થી વધુ લોકોએ આ સેવાનો લાભ મેળવેલ છે. મહાપાલિકાને કુલ 5,68,000 જેટલા મેસેજ મળેલ છે તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંદાજે 5,53,000 મેસેજ મોકલાવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકો વળતર યોજનાનો લાભ વધારે પ્રમાણમાં લે તે માટે વર્ષ 2022-2023ના બીલો વોટ્સએપ મારફતે મોકલવાની શરુઆત કરવામાં આવેલ છે. લોકોને વેરા બીલ વોટ્સએપ સાથે પેમેન્ટ માટેની લીંક પણ મોકલવામાં આવે છે જેના ઉપયોગ વડે ફકત એક જ ક્લીક થી પેમેન્ટ થઈ શકે છે તેમજ પેમેન્ટ થયા બાદ તેની રસીદ પણ વોટ્સએપ માં સીધી જ મળી જાય છે. તા.04-03-2022 થી આજદીન સુધીમાં કુલ મળી 396338 બીલ પીડીએફ વોટ્સએપ મારફત મોકલવામાં આવેલ છે. તેમજ સાથે પેમેન્ટની લીન્ક પણ મોકલવામાં આવે છે.
આરએમસી ઓન વોટ્સએપનો ઉપયોગ વડે લોકો મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ મિલ્કત વેરો, પાણી વેરો, વ્યવસાય વેરો ઇસી તેમજ આરસી, જુદી જુદી સ્પોર્ટ્સ યુટિલીટી, રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓને લગત ફરિયાદો, વિવિધ પ્રકારની સેવાઓ મેળવવા માટે જરૂરી ફોર્મ, રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ ટેન્ડરો, રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી અંગેની જાહેરાતો, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ ઝોનલ ઓફિસો/વોર્ડ ઓફિસો/આરોગ્ય કેન્દ્રોના એડ્રેસ જીઓ લોકેશન સાથે, રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી ટીપી સ્કીમની યાદી, રાજકોટ મહાનગરપાલિકાના તમામ અગત્યના ફોન નંબર વિગેરેની વિગતો ઉપરોકત વોટ્સએપ પરથી ખૂબ જ સરળતાથી મેળવી શકાય છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ આરએમસી ઓન વોટ્સએપ સેવાના ઉપયોગથી લોકોનો કિંમતી સમય બચે છે અને સાથોસાથ પેપરલેસ વહીવટ પણ સુચારૂ રીતે થઇ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.