હુડકો ચોકી પાસે કૌટુંબિક ભાઈના ઝઘડામાં વચ્ચે પડેલ વેપારી પર હુમલો: દુકાનમાં તોડફોડ - At This Time

હુડકો ચોકી પાસે કૌટુંબિક ભાઈના ઝઘડામાં વચ્ચે પડેલ વેપારી પર હુમલો: દુકાનમાં તોડફોડ


હુડકો ચોકી પાસે કૌટુંબિક ભાઈના ઝઘડામાં વચ્ચે પડેલ વેપારી પર હાર્દિક બાવાજી અને અન્ય ચાર શખસોએ હુમલો કરી દુકાનમાં તોડફોડ કરતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે 80 ફૂટ નવો રોડ હુડકો ચોકિની પાછળ દીપ્તિનગર શેરી નં.4 માં રહેતાં વિક્રમભાઈ નિર્મળભાઈ ગરૈયા (ઉ.વ.32) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સ્વીફ્ટ કારમાં આવેલ હાર્દિક બાવાજી અને અન્ય ચાર અજાણ્યાં શખ્સોના નામ આપતાં ભક્તિનગર પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે 80 ફુટ રોડ પર કિષ્ના ચોક હુડકો ચોકી પાછળ કિષ્ના પાન નામની દુકાન ધરાવી વેપાર કરે છે. ગઈકાલે સવારે તે તેમની દુકાન નજીકમાં હતો ત્યારે તેમની દુકાન પાસે માણસોનુ ટોળુ એકઠુ થયેલ હતું અને જોયેલ તો તેમના કાકાનો પુત્ર તુષાર સાથે એક સ્વીફટ કાર વાળા બોલાચાલી કરી ઝધડો કરતા હતા. જેથી તેમની વચ્ચે પડી છુટા પાડેલ બાદમા તુષારને બનાવ બાબતે પુછતા જણાવેલ કે, સ્વીફટ કાર વાળા વધારે હોર્ન મારતા હતા જેથી તેમને સાઇડમા જગ્યા છે નીકળી જાવ કહેતાં તેને આગળ જઇ કાર ઉભી રાખી બોલાચાલી કરેલ હતી.
બાદમાં ફરિયાદી તેના ભાઈ અને આરોપી સાથે પોતાની પાનની દુકાને ગયેલ અને ત્યા તે બન્નેને સમજાવેલ પરંતુ તેઓ બન્ને વ્યકિત ગરમી પકડી લેતા ફરી પાછી બોલાચાલી કરેલ માટે તેમના ભાઈને દુકાનની અંદર બેસાડેલ અને સામાવાળા સ્વીફટ કાર વાળા ભાઇને તેની કારમા બેસાડેલ અને તેનું નામ હાર્દીક બાવાજી જણાવેલ બાદમા બપોરના સમયે ફરી હાર્દીક બાવાજી કારમાં અન્ય ચાર શખ્સો સાથે ઘસી આવી ગાળો આપવા લાગેલ અને હાર્દીક બાવાજીએ તેના હાથમા રહેલ લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. હુમલામાં તેઓને કપાળના ભાગે ઇજા પહોંચી હતી
તેમજ તેમની સાથેના શખ્સો પાસે રહેલ ધોકા, સ્ટમ્પ અને બેટ વડે દુકાનના થડા ઉપર રાખેલ કાચના ગ્લાસમા ફટકારી તોડી નાખેલ હતા. તેમજ એક શખ્સે નીચે રહેલ સોડાનુ ગાલુ પકડી નીચે ધા કરતા બધી બોટલ ટુટી ગયેલ હતી. બાદમાં યુવકને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી હુમલો અને તોડફોડ કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.